રસ્તા ૫ર મારામારીના કેસમાં સિધ્ધુને સુપ્રીમમાં રાહત : સદોષ માનવવધના આરો૫માંથી મુકિત

  • 8
    Shares

સર્વોચ્ચ અદાલતે આજે પંજાબના પર્યટન પ્રધાન નવજોત સિંહ સિદ્ઘુને ૬૫ વર્ષીય ઍક વ્યક્તિને ઈરાદાપૂર્વક ઈજા પહોંચડાવા માટે દોષી ઠરાવ્યાં હતાં જો કે તેમને જેલની સજા આપવામાં આવી ન હતી અને રૂ. ૧૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

૧૯૮૮ના રોડ રેજ કેસમાં જસ્ટીસ જે ચેલમેશ્વરની બેંચે પંજાબ અને હરિયાણા ઉચ્ચ અદાલતના તે આદેશને બદલી નાંખ્યો હતો જેમાં સિદ્ઘુને ગેર ઈરાદાપૂર્વક મૃત્યુ નિ૫જાવવાનો દોષી ઠરાવવામાં આવ્યાં હતાં અને ૩ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

સિદ્ઘુ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩ હેઠળ દોષી છે તેમને કોઈ સજા આપવામાં નથી આવતી પણ તેમના પર રૂ. ૧૦૦૦નો દંડ લગાવવામાં આવે છે, ઍમ બેન્ચે પોતાના આદેશમાં કહ્યુ હતું. જો કે અદાલતે સિદ્ઘુના સહાયક રૂપિન્દર સિંહ સંધુને નિર્દોષ છોડયો હતો, તેને પણ ઉચ્ચ અદાલતે ૩ વર્ષ જેલની સજા સંભળાવી હતી. ઉચ્ચ અદાલતના આદેશ વિરૂદ્ઘ સિદ્ઘુઍ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી.

અદાલતમાં દલીલ દરમિયાન આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગુરનામ સિંહ મારુતિ કાર ચલાવી રહ્યા હતાં ત્યારે રસ્તાની વચ્ચે ઍક જીપ્સી ઉભી હતી તેમણે ગાડીના માલિક સિદ્ઘુ અને સંધુને ગાડી હટાવવા કહ્યુ હતું જેમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

પોલીસે આરોપ લગાવ્યો હતો કે ગુરનામને સિદ્ઘુઍ માર માર્યો હતો અને બનાવ સ્થળેથી નાસી ગયો હતો, ગુરનામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

  • Related Posts