રશિયન વિમાન તૂટી ૫ડ્યું : ૭૧નાં મોત

મોસ્કો : રશિયાનું ઍક વિમાન મોસ્કોની બહાર તૂટી પડયું હતું, વિમાને રાજધાનીના ડોમોડેડોવા ઍરપોર્ટથી ૭૧ લોકો સાથે ઉડાન ભરી હતી, ઍમ મીડિયાના ઍક અહેવાલમાં જણાવાયું હતું.

ઘરેલુ સારાતોવ ઍરલાઈન્સનું ઍન્ટોનોવ ઍઍન-૧૪૮ વિમાન ઓર્સ્ક જઈ રહ્યુ હતું અને મોસ્કોની બહાર રામેન્સ્કી જિલ્લામાં તૂટી પડયું હતું. અહેવાલ મુજબ તેમાં ૬૫ મુસાફરો અને ૬ કર્મચારીઓ હતાં.

અર્ગુનોવો ગામના લોકોઍ જણાવ્યું હતું કે તેમણે ઍક સળગતાં વિમાનને આકાશથી નીચે પડતું જોયું હતું. રશિયાની આપાતકાલીન સેવાના સૂત્રોઍ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર ૭૧ લોકોના બચવાની કોઈ શક્યતા નથી. વિમાનનો કાટમાળ અકસ્માત સ્થળની ચારે બાજુ મોટા વિસ્તારમાં ફેલાયો હતો.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ બચાવ દળના જવાનો અકસ્માત સ્થળ સુધી માર્ગ મારફતે જઈ શકયા ન હતાં આ કારણથી તેઓ ચાલતાં ત્યાં સુધી પહોંચ્યાં હતાં. અધિકારીઓઍ જણાવ્યુંહતું કે વિમાનનો ઍક ભાગ મળી આવ્યો હતો.

ઍરપોર્ટના સૂત્રો મુજબ ઉડાન ભર્યાના બે મિનિટમાં વિમાન રેડારથી ગાયબ થઈ ગયું હતું.
રશિયાના પરિવહન મંત્રી અકસ્માતના સ્થળે જવા નીકળી ગયાં હતાં. અકસ્માતના કારણોની હજુ સુધી ખબર પડી નથી પણ મંત્રાલયે જણાવ્યું હતું કે અકસ્માત પાછળ કેટલાક કારણ હોઈ શકે છે જેમ કે ખરાબ હવામાન અથવા માનવીય ભૂલ. અધિકારીઓઍ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે.

શરૂઆતમાં ઍમ જણાવાયુ હતું કે વિમાનમંા સવાર લોકોમાંથી તમામ માર્યા ગયા હોવાની શક્યતા છે ૫ણ બાદમાં ઍ જાહેર કરી દેવામાં આવ્યૂ હતું કે તમામ લોકોના મોત થયા છે. વિમાનનો ભંગાર શહેરની બહાર ઍક બરફથી છવાયેલા ખેતરમાંથી મળી આવ્યો હતો.

 
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts