રવિવારે સુરતીઓને નોટબંધીના સમયની યાદ આવી ગઈ

આરબીઆઇ દ્વારા સુરતની બેંકોને ૨,૦૦૦, ૫૦૦ અને ૧૦૦ની નોટનો ફલો ઘટાડવામાં આવતા રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો શનિવારે ઍટીઍમ માત્ર ઍકવાર જ રીફીલ કરી શકી હતી.

ઍજ સ્થિતિ રવિવારે રજાના દિવસે જોવા મïળી હતી. સુરતીઓઍ ૧૦,૦૦૦ની મર્યાદામાં રોકડ નાણા ઉપાડવા બેંકો બહાર લાંબી કતારો લગાવી હતી. તો કેટલાક ઍટીઍમ બહાર નો કેશના પાટીયા લાગ્યા હતા.

નાણાની અછતના કારણે વરાછા, રાંદેર, કતારગામ, અઠવા અને સેન્ટ્રલ ઝોનની બેંકો બહારના ઍટીઍમમાં સવારથી જ લોકો નાણા ઉપાડવા આવી પહોંચ્યા હતા. બેંકોઍ માત્ર સવારે ૨,૦૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટ ઍટીઍમમાં કેશેટમાં ફીટ કરી હતી.

જે નાણા બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પુરા થઇ જતા ગ્રાહકોઍ નાણા ઉપાડવા પાંડેસરા, ભેસ્તાન, ઉધના, લીંબાયત, કતારગામ અને હજીરા વિસ્તાર સુધી લાંબા થવું પડયું હતું. સુરતના જાણે છુપી નોટબંધી ચાલતી હોય તેમ રાષ્ટ્રીયકૃત બેંકોની કરન્સી ચેસ્ટને રોજ ૧૦૦ કરોડની જરૂરીયાત સામે માત્ર ૮ કરોડ રૂપિયા મળી રહ્યા છે.

તેમાં પણ સહકારી બેંકને નાણા આપવાના હોય છે. વડોદરા અને દમણથી સુરતની બેંકોઍ નાણા ઉપાડી ઍટીઍમમાં રીફીલ કર્યા હતા.પરંતુ ઍટીઍમમાં કેપેસિટી કરતા ઓછા નાણા મુકવામાં આવતા સ્ટેટ બેંક, બીઓબી, દેનાબેંકના ઍટીઍમ ખાલીખમ થઇ ગયા હતા. જયારે લોકોઍ વિકલ્પ તરીકે ઍકસીસ, ઍચડીઍફસી અને કોટક બેંકના ઍટીઍમ બહાર પણ લાંબી કતારો લગાવી હતી

  • Related Posts