રમઝાન ઇદ માટે અત્યારથી કાપડના વેપારીઓને બહારગામથી ઓર્ડર મળ્યા

  • 62
    Shares

 

સુરત : મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલુ સપ્તાહથી શરુ થઇ રહ્યો છે ઘણી સીઝન નિષ્ફળ ગયા પછી રમઝાન ઇદ માટે અત્યારથી કાપડના વેપારીઓને બહારગામથી ઓર્ડર મળ્યા છે. લગ્નસરાની સીઝન પછી હવે લાંબા અંતરે સીઝન પછી લાંબા અંતરે રમઝાન ઇદની ખરીદીના ઓર્ડરો સુરતના કાપડના વેપારીઓને અત્યારથી મળવાના શરુ થયા છે. ખાસ કરીને આ સીઝનમાં યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, જમ્મુ કશમીર, કર્ણાટક, તામીલનાડુ, બંગાળ, કેરળ જેવા રાજયોમાં સાડી અને ડ્રેસ મટીરીયલની સારી ડિમાન્ડ રહેતી હોય છે.

બંગાળ, કેરળ, તામીલનાડુ અને કર્ણાટક જેવા રાજયોમાં મુસ્લિમ મહિલાઓ સાડીનો વપરાશ કરે છે. જયારે બીજા રાજયોમાં પંજાબી શુટ અને ચીકનના કાપડના શુટનો વધુ વપરાશ થાય છે. સુરતના કાપડના વેપારીઓને રમઝાનમાં શરુ થાય તે પહેલા જ ૩૦૦ કરોડના ઓર્ડર મળ્યા છે. વેકેશનમાં વિિંવગ ઍકમો ઍક પાળી બંધ કરી રહ્યા છે ત્યારે માલનો ભરાવો પણ આ સીઝનમાં પુરો થશે. દક્ષિણ ભારતમાં આડીની સીઝનની ખરીદી પણ નિકળી છે. રમઝાન માસ દરમ્યાન સુરતમાં તૈયાર થતા ફેબ્રિકસની ગલ્ફના દેશો ઇન્ડિોનેશીયામાં ભારે ડિમાન્ડ રહે છે. સીઝનને જોતા પ્રોસેસર્સે સમયસર જોબચાર્જમાં મીટર કાપડે ઍકથી બે રૂપિયાનો વધારો કર્યો છે. ગયા વર્ષે રમઝાન માસની સીઝનમાં જુદા જુદા રાજયોમાં ૭૦૦થી ૮૦૦ કરોડનો વેપાર થયો હતો. આ ïવર્ષે જીઍસટીના કારણે વેપાર ઓછો થાય તેવી શકયતા છે. ઍક્ષ્પોટર્રોઍ આ વર્ષે બાંગ્લાદેશના ઠાકા શહેરની ઓફિસથી બાંગ્લાદેશની ઓફિસથી કાપડ ઍક્ષ્પોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, જીઍસટીના કારણે ચાલુ વર્ષે રમઝાન માસમાં કાપડનો વેપાર ૩૦ ટકા ઓછો રહે તેવી શકયતા છે. પાછલા વર્ષોમાં રમઝાન શરુ થાય તેના ઍક વીક પહેલા ૪૦૦ કરોડના ઓર્ડર બહારગામથી મળી જતા હતા અને આ સીઝનમાં ૩૫૦થી ૪૦૦ ટ્રક માલ બહારગામ જતો હતો. ચાલુ વર્ષે અઢી કરોડ મીટર કાપડનું  ઉત્પાદન થઇ રહ્યું છે. પરંતુ વિવર્સોઍ ઍક પાળી કામ બંધ કરતા ૬૦થી ૭૦ લાખ મીટર કાપડનું ઉત્પાદન હજુ ઘટશે.

  • Related Posts