રતલામમાં જીવિત ઉંદરની ડોક પર સોયાબીનનો છોડ ઉગી નીકળ્યો

  • 83
    Shares

 

રતલામથી ૧૪ કિલોમીટર દૂર આવેલાં નાયન ગામમાં એ ક ઉંદરની ડોક પર સોયાબિનનો છોડ ઉગી નીકળતાં કુતૂહલ સર્જાયું હતું. બુધવાર બપોરે જ્યારે ખેડૂત પોતાનાં ખેતરમાં સોયાબિન પર જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે એ ક ઉંદર હલનચલન તો કરી રહ્યો હતો પરંતુ આગળ વધી શકતો ન હતો.

ધ્યાનથી જોયું તો દેખાયું કે આ ઉંદરની ડોક પર સોયાબિનનો છોડ ઉગી નીકળો હતો. ખેડૂત દાતાર સિંહે કહ્યું કે ઉંદરની પુંછડી પકડીને તેને હટાવવાનો પ્રયત્ન કર્યો તો તેને હટાવી ન શક્યો.

છોડનાં મૂળ તેની ડોકમાંથી પસાર થઇ આરપાર નીકળી ગયાં હતા. છેવટે ઉંદર અને છોડનાં મૂળ માટી સહિત ઉખાડીને તેને ઘરે લઇ આવ્યો હતો. સોયાબિનનો આ પાક લગભગ ૩૮-૩૯ દિવસનો છે. ઉંદર હજી જીવિત છે પરંતુ છોડના મૂળ તેની ડોકમાં હોવાથી તે ડોક વધુ ફેરાવી શકતો નથી.

 

  • Related Posts