રજનીકાંતનો રંગ કેસરીયો થશે તો સાથ મંજૂર નથી: કમલ હાસન

નવી દિલ્હી : દક્ષિણ ભારતીય સિનેમાના બે મોટા કલાકાર કમલ હાસન અને રજનીકાંત રાજકારણમાં પગલાં પાડવાના છે. કમલ હાસને કહ્યુ હતું કે જો રજનીકાંતના રાજકારણનો રંગ કેસરીયો થશે તો તેમની સાથે ગઠબંધન મંજૂર નથી. તેમણે કહ્યુ હતું કે રજનીકાંતના રાજકારણમાં કેસરીયો રંગ દેખાય છે જ્યારે મારા રાજકારણનો રંગ કેસરીયો નથી. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કમલ હાસને કહ્યુ હતું હું અને રજનીકાંત મિત્ર છીઍ પણ મિત્રતા અને રાજકારણ અલગ અલગ હોય છે, જો તેમના રાજકારણનો રંગ બદલાતો નથી તો ગઠબંધન થઈ શકશે નહીં.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts