યોગ્ય ડગલું આગળ ભરો : વર્ષ માટે રોકાણનો એજન્ડા નક્કી કરી લો

દરેક નાણાકીય વર્ષ ઍક નવો પ્રવાસ હોય છે અને તેને માટે યોગ્ય સંભાળ અને સમયાનુસારનું પ્લાનિંગ જરૂરી છે, આગળનો પ્રવાસ સરળ બની રહે તેની ખાતરી માટે સંપૂર્ણ આર એન્ડ ડી અને યોગ્ય પ્રથમ ડગલું ભરવું. નાણાકીય વર્ષ ૨૦૧૯ શરૂ થયું છે, તેથી આ વર્ષ માટે જીવનને સુવ્યવસ્થિત અને આર્થિક બાબતોને યોગ્ય કરવા આ સમય માર્ગદર્શિકા તૈયાર કરવાનો સમય છે. આ વર્ષ માટે જ્યારે તમે રોકાણના એજન્ડાનું નિર્માણ કરવા માટે તમે જેને સ્વીકાર્ય ગણો છો તેવી બાબતોને આપણે નોંધી લઇશું.

તમારા એસઆઇપીને વધારો :

જો તમે થોડાક વર્ષો પાછળની તરફ જોશો તો તમને સમજાશે કે જેમ જેમ દરેક વર્ષ પસાર થતું જાય છે તેમ તેમ તમારા ખર્ચાનો ગ્રાફ સતત ઉપરની તરફ વધતો હોવાનું જણાશે. આ વલણ મુખ્યત્વે મોંઘવારીને આભારી છે. વસ્તુઓ અને સેવાઓનો ભાવ વઘારો થવા માટે સામાન્યપણ ફુગાવો જવાબદાર હોય છે, તેમાં થતો ફેરફાર સતત હોય છે અને તે આપણા ખર્ચાઓ સાથે સીધો સંબંધ ધરાવે છે.

અન્ય એક મહત્વનું પરિબળ આપણી જીવનશૈલીમાં બદલાવ કે પછી સુધારો છે. આપણે આપણા જીવનમાં જેમ જેમ વિકાસ કરતાં આગળ વધીએ  છીએ , તેમ તેમ આપણે આપણી જરૂરિયાતોને અપગ્રેડ કરતાં જઇઍ છીએ  અને તેથી આપણે સારા જીવન માટે વધુ ખર્ચ કરતાં જઇઍ છીઍ. પછી તે કપડાં હોય કે પ્રવાસ, ગેજેટ્સ, કાર, તમારી બેડશીટ્સ કે પછી મોબાઇલ હોય, કંઇપણથી લઇને બધું જ તમે ભાગ્યે જ તેમાં પીછેહઠ કરો છો.

આ વલણની જે સીધી અસર પડે તે એ છે કે આજની તમારી ક્લ્પના કરતાં તમારા ભવિષ્યનો ગોલ આંકડાની દૃષ્ટિઍ કે પછી ખર્ચની દૃષ્ટિઍ ઘણો મોટો થઇ જાય છે. આ ગોલને સિદ્ઘ કરવા માટે તમારે તમારા ગોલના કમિટમેન્ટ માટે નિયમિતપણે તમારા રોકાણોમાં વધારો કરતાં રહેવું પડે છે. આંકડાકીય રીતે કે પછી રકમની દષ્ટિઍ જ્યારે પણ તમારી આવકમાં વધારો થાય ત્યારે તમે તમારા ઍસઆઇપીમાં વધારો કરતાં રહો તે વધુ આદર્શ ગણાશે. આ ઍ સમય છે કે જ્યારે મોટાભાગના પગારદાર વ્યક્તિઓ પોતાની વાર્ષિક મુલવણીની પ્રક્રિયામાંથી પસાર થતાં હોય છે, તેથી તેઓ પોતાને મળતા વધારાને આધારે પોતાની ઍસઆઇપીમાં વધારો કરી શકે છે. વેપારીઓ માટે પણ આમ કરવા માટે વર્ષની શરૂઆતનો આ સમય સારો ગણાય છે.

તમારા ઇમરજન્સી ફંડમાં વધારો કરો 

આ ઍક ઍવી ધાર્મિક વિધિ છે જેને તમારે દર વર્ષે ધાર્મિક રીતે ચોક્કસપણે અનુસરવી પડે છે. આ નિવેદનની સાર્થકતા સમજવા માટે એક ઉદાહરણ ધ્યાને લો. ચાલો માની લઇઍ કે શ્રીમાન સિંહ એક રોકાણકાર છે, જેનો ઇમિટેશન જ્વેલરીનો ધંધો છે. નોટબંધીના સમયગાળા દરમિયાન તેમનો ધંધો ત્રણ મહિના સુધી સંપૂર્ણ બંધ રહ્યો અને તેણે આ સમયગાળા દરમિયાન પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પોતાના ઇમરજન્સી ફંડમાંથી રૂ. ૭૫,૦૦૦ કાઢી લીધા. આજથી ત્રણ વર્ષ પછી દાખલા તરીકે અંતિમ ઇમરજન્સી પછીના ૪.૫ વર્ષ પછી શ્રીમાન સિંહને ફરી ઍકવાર ઍ જ પ્રકારનો ત્રણ મહિના માટે આકરો સમય આવે તો શું તેઓ એ ત્રણ મહિના રૂ. ૭૫,૦૦૦માં કાઢી શકે ઍવું તમે માનો છો ? તેનો જવાબ સ્પષ્ટપણે ના આવશે.

તેની પાછળનું કારણ મોંઘવારીની સતત વધતી અસર અને માસિક ખર્ચ પર જીવનશૈલીની અસર હોય છે. તેથી આર્થિક તાણની સ્થિતિમાં ખાધની આવી પડતી સ્થિતિને ટાળવા તમારા ખર્ચમાં થત૩ા વધારા અનુસાર તમારા ઇમરજન્સી ફંડમાં પણ નિયમિતપણે તે અનુસાર વધારો કરતાં રહેવું જોઇઍ. સાથે તમારે ઍ નોંધી રાખવું કે વર્ષ દરમિયાન તમારા ઇમરજન્સી ફંડની સમિક્ષા કરતી વખતે તમારા કાયમી, અનિવાર્ય ખર્ચાઓની સાથે જ પરિવારમાં આવતા આગામી લગ્ન કે પછી આયોજન અનુસારની રજાઓ માટે થનારા સંભવિત ખર્ચાઓને પણ તેમાં ગણી લેવા.

ચતુરાઇ પૂર્વક તમારા બોનસને ફાળવો

નાણાકીય વર્ષની શરૂઆત ઍ ઍવો સમય છે કે જ્યારે મોટાભાગની કંપનીઓ પોેતાનું વાર્ષિક મુલ્યાંકન કરે છે, તેથી તમારામાંથી ઘણાંનું વાર્ષિક બોનસ રસ્તામાં જ હશે. તો શું તમે તમારા આ બોનસનું શું કરવું તેનું આયોજન તૈયાર કરી લીધું છે ? ગેજેટ્સ, હોલીડેઝ, જ્વેલરી, તમારી બાઇકને અપગ્રેડ કરવી, જીમની મેમ્બરશીપ વગેરે ઍમાંથી કેટલાક છે જે આપણા મગજમાં ચાલી રહ્યા હોય છે.

તમે તમારું બોનસ મેળવો તે પહેલા અમે તમને ઍ યાદ અપાવી દઇઍ કે આ કંઇ બહું મોટી કે સરળતાથી મળેલી રકમ નથી, પણ તે તમારા આખા વર્ષ દરમિયાનની આકરી મહેનતને આભારી છે. તો પછી તેને ઍવી વસ્તુઓ પાછળ ન ખર્ચો કે જે તમારા સારા ભવિષ્ય માટે કોઇ રીતે ફાયદાકારક નથી અને તેને તમારા સેવિંગ ઍકાઉન્ટમાં પડી રહેવા દઇને ઍમ જ ઍળે પણ ન જવા દેતા.

તમારા બોનસને અર્થપૂર્ણ હેતુથી કામે લગાડો. તમારે તમારા બોનસને બુદ્ઘિગમ્ય રીતે ફાળવવું જોઇઍ. તમારી પાસે ઍવી ઉચ્ચક રકમ છે જે મહંદઅંશે જોવા મળતી નથી. તેનો ઉપયોગ તમે તમારી લોનની ભરપાઇ, ક્રેડિટ કાર્ડના બીલની ચુકવણી કરવામાં કે પછી તેને તમારા ગોલ માટે રોકાણ કરવાના ઉપયોગમાં લઇ શકો છો. જો તમારા દિમાગમાં આ બાબતે કોઇ આયોજન ન હોય તો તમને જ્યાં સુધી યોગ્ય હેતુ ન મળે ત્યાં સુધી ઍ રકમને તમે લિક્વીડ મ્યુચ્યુઅલ ફંડમાં મુકી શકો છો. જો તે તમારા બચત ખાતામાં પડી રહેશે તો પ્રથમ તો તમને ઘણું ઓછુ વળતર મળશે અને બીજુ અંતે તે તમારા રોજીંદા ખર્ચમાં વપરાઇ જશે.

ટેક્સ પ્લાનિંગ કરવા માંડો

નાણાકીય વર્ષની શરૂઆત ઍ તમારા ટેક્સ આયોજનને ટ્રેક પર મુકવા માટેનો શ્રેષ્ઠ સમય હોય છે. આપણે હંમેશા ઍક સામાન્ય પ્રેક્ટિસથી ટેવાયેલા હોઇઍ છીઍ કે ટેક્સ પ્લાનીંગ પ્રક્રિયા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં જ કરવાનું વિચારીઍ છીઍ. વર્ષના અંતે લેવાતા નિર્ણય સામાન્યપણે ઉતાવળીયા હોય છે, અને ત્યારે ઍકમાત્ર વિકલ્પ ટેક્સ બચાવવાનો હોય છે. તેના પરિણામે તમે ઍવી પ્રોડક્ટમાં રોકાણ કરી લો છો કે જે તમારી રિસ્ક પ્રોફાઇલમાં અને/અથવા તમારા રોકાણની ક્ષિતિજમાં મેળ ખાતી ન હોય અને તમે ઍવી પ્રોડક્ટ પસંદ કરી શકો છો કે જે નીચુ અથવા તો મધ્યમ વળતર આપતી હોય. ટેક્સ પ્લાનિંગ ઍ તમારા સમગ્ર નાણાકીય આયોજનનો જ ઍક આંતરિક ભાગ હોય છે. ઍ બેધારી તલવાર છે, જેમાં ટેક્સ બચાવવાની સાથે તમારી વેલ્થ પણ ઊભી કરવાનું સામેલ છે.
તમારે ઍવી પ્રોડક્ટમાં રોકાણ કરવાનું છે કે જે આખા વર્ષમાં ટેક્સ બચાવવાની સાથે :

– તમારા લાંબાગાળાના રોકાણના આયોજનોને અનુકુળ હોય
– જેમાં મહત્તમ વળતર આપવાનું સામર્થ્ય હોય
– અને તે તમારા અન્ય લાંબા ગાળાના રોકાણોની જેમ તમારા ગોલ સાથે સંકળાયેલી હોય.

તમારા ટેક્સ રોકાણમાંથી બેસ્ટ મેળવવા માટે તમારા ટેક્સ આયોજનને સતર્કતાથી કરવા જોઇઍ અને તમારા હાથમાં પુરતો સમય હોય ત્યારે તેને શરૂ કરવા આ સમય જ યોગ્ય ગણાશે. જો કોઇ ચતુરાઇભરી વાત ગણાશે તો ઍ કે વર્ષની શરૂઆતમાં જ તમે ઇઍલઍસઍસ યોજનામાં ઍસઆઇપી શરૂ કરી દો, તેનાથી વર્ષ દરમિયાન તમારા રોકાણને વિસ્તારવામાં તમને મદદ મળશે. તમારે ઍક જ સમયે મોટી રકમની વ્યવસ્થા કરવાની તેના કારણે જરૂર નહીં પડે, સાથે જ ઇક્વીટી ઍસેટ ક્લાસ અંતર્ગત હોવાને કારણે ઇઍલઍસઍસ યોજના હાઇ રિસ્ક-રિટર્નનું સામર્થ્ય ધરાવે છે. જોકે તેમાં રોકાણ ત્યારે જ કરવું જ્યારે તમારી રિસ્ક પ્રોફાઇલ અને ટેક્સ જરૂરિયાત તમને ઍ કરવાની પરવાનગી આપતી હોય.

તમારી તૃષ્ણાને પોષણ આપો

આ ઍ સમય પણ છે કે જેમાં તમે તમારી ઇચ્છાઓ અને સપનાઓને પોષણ આપી શકો છો. ઍક ઍવા ફેન્સી જીમ કે જેમાં તમે કદી ગયા ન હોવ, સ્વીમીંગ ક્લાસમાં જોડાવાના તમારા લાંબા સમયના આયોજન, ફોટોગ્રાફી ઍસોસિઍશનનો ઍક ભાગ બનવું, ડિજિટલ માર્કેટ કોર્ષ, નેચર ક્લબમાં જોડાવું, આ તમામ અથવા ઍ સિવાયની પણ ઘણી ઍવી બાબતો હશે કે જે તમે હંમેશા કરવાની ઇચ્છા રાખી હશે પણ નાણાના અભાવે તમે તે કર્યુ ન હશે. આ ઍ સમય છે કે જ્યારેતમારી પાસે આગળ ઍક આખું વર્ષ છે ત્યારે આ અંગે તમે આયોજન કરી શકો અને ઓછામાં ઓછી ઍક ઇચ્છા પૂરી કરવાનું વિચારી શકો. આ વર્ષના બજેટમાં તમારા અન્ય ખર્ચાઓ અને રોકાણની કટિબદ્ઘતાની સાથે જ તમારી ઇચ્છા માટે જગ્યા ઊભી કરો. તમારા કામ સિવાય તમારા માટે કંઇ કરો કે જેનાથી તમને હળવાશ અનુભવવામાં મદદ મળે અને તમારા જીવનને વધુ સારા હેતુ સાથે આગળ વધારવા માટેને ઍનર્જી તેનાથી મળી શકે.

 

  • Related Posts