યુ૫ીઍ શાસનમાં ઍચઍઍલની ખરાબ હાલતને કારણે રાફેલ સોદો ૫ડતો મૂકાયો હતો
યુપીઍ સરકાર હેઠળ ૧૨૬ રાફેલ જેટ વિમાન પ્રા કરવા માટે થયેલી વાટાઘાટ નિષ્ફળ ગઈ હતી કારણ કે સરકારી કંપની ઍચઍઍલ પાસે ફ્રાન્સ કંપની ડીસોલ્ટ ઍવિઍશન સાથે મળીને આ લડાકુ વિમાનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ન હતી, ઍમ રક્ષા પ્રધાન નિર્મળા સીતામરણે આજે કહ્ના હતું. આ સાથે જ સીતારમણે કહ્ના હતું વર્ષ ૨૦૧૩માં કિંમતો પર વાટાઘાટ કરતી કમિટિ સોદાને અંતિમ રૂપ આપી રહી હતી ત્યારે તે સમયના રક્ષા પ્રધાન ઍ કે ઍન્ટોની દ્વારા અભૂતપૂર્વ દખલગીરી કરતાં સોદો રદ્દ થયો હતો. સીતારણે કહ્ના હતું, હિન્દુસ્તાન ઍરોનોટીક્સ લિમિટેડ (ઍચઍઍલ) સાથે કેટલાંક તબક્કાની વાટાઘાટ કર્યા બાદ ડીસોલ્ટ ઍવિઍશનને લાગ્યુ હતું જા રાફેલ જેટ વિમાનનું ઉત્પાદન ભારતમાં કરાશે તો તેની લાગતમાં ખાસો વધારો થશે. સાથે જ જા ભારતમાં લડાકુ વિમાનનું ઉત્પાદન કરાશે તે સ્થિતિમાં ઍચઍેલ ઉત્પાદિત વિમાનની ગારન્ટી આપવાની સ્થિતિમાં ન હતી જે ઍક જરૂરી શરત હતી. કોંગ્રેસ રાફેલ સોદા પર ભારે હોબાળો મચાવી રહી છે તેણે સરકારને પૂછયુ હતું ઍચઍઍલને નવા સોદામાં સામેલ કેમ કરાઈ ન હતી.