યુવી અને ગેલ બે-ત્રણ મેચ જીતાડે તો પણ પૈસા વસુલ : સેહવાગ

નવી દિલ્હી  : હાલના વર્ષોમાં તેમની લોકપ્રિયતામાં ભલે ઘટાડો થયો હોય પણ તે છતાં ક્રિસ ગેલ અને યુવરાજ સિંહ આગામી ઇન્ડિય પ્રિમિયર લીગ (આઇપીઍલ)માં કિંગ્સ ઇલેવન પંજાબને બે ત્રણ મેચ જીતાડશે તો ટીમના મેન્ટર વિરેન્દ્ર સેહવાગ તેને તેમની પાછળ કરાયેલા રોકાણનું યોગ્ય વળતર તરીકે જોશે.

પ્રીતિ ઝીન્ટા જેની સહમાલિક છે તે કિંગ્સ ઇલેવન પંજાબે ગેલ અને યુવરાજને તેમની બેઝ પ્રાઇસે પોતાની ટીમમાં સમાવ્યા છે. ગેલ અને યુવરાજને હવે મેચ વિનર તરીકે ન ગણીને કોઇ ફ્રેન્ચાઇઝીઍ ખરીદવામાં રસ બતાવ્યો નહોતો.

સેહવાગે કહ્યું હતું કે ઍ બંને અમને તેમની બેઝ પ્રાઇસે મળ્યા તે સારી વાત છે. તેઓ મોટા નામ છે અને હજુ પણ મેચ વિનર છે. જો તેઓ બે ત્રણ મેચ પણ જીતાડશે તો અમારા માટે તે પૈસા વસુલ ગણાશે ઍવું તેણે કિંગ્સ ઇલેવનના ટી-શર્ટ લોન્ચિંગ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

સેહવાગ ઍવું માને છે કે આઇપીઍલની ૧૧મી સિઝન માટેની કિંગ્સ ઇલેવન પંજાબની આ ટીમ અત્યાર સુધીની સૌથી સારી ટીમ છે અને આ ટીમ અમને ચેમિપયન બનાવી શકે છે. તેણે કહ્યું હતું કે જો તમારે આઇપીઍલ જીતવી હોય તો તમારી પાસે સારા ભારતીય ખેલાડી હોવા જોઇઍ, અને હાલમાં અમારી પાસે ઍવા ચારથી પાંચ ખેલાડી છે.

  • Related Posts