યુનિ. સાથે નવી કોલેજોના જોડાણ માટે ટુંક સમયમાં ઍકેડેમિક કાઉન્સિલ અને સીન્ડિકેટની બેઠક

  • 10
    Shares

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણતરીના દિવસોમાં જ ઍકેડમિક કાઉન્સિલ અને સીન્ડિકેટની બેઠક મળનાર છે. કાઉન્સિલ અને બેઠકમાં નવી કોલેજોના જોડાણ બાબતે નિર્ણયો લેવામાં આવશે.

નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ માટે ચાલુ વર્ષે અત્યાર સુધી નવી ૩૮ કોલેજો દ્વારા અરજી કરવામાં આવી છે. કોમર્સ, સાયન્સ, આર્ટસ સહિતની ફેકલ્ટીની કોલેજાના સંચાલકો દ્વારા કરવામાં આવેલી અરજીને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા નીડ કમિટી અને ઍલઆઇસી (લોકલ ઇન્કવાયરી કમિટી) ના રિપોર્ટ મંગાવવામાં આવ્યા હતા.

આ રિપોર્ટને આધારે નવી કોલેજોને મંજૂરી આપવી કે નહિ તે માટે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં ઍકેડમિક કાઉન્સીલની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં કોલેજોના જોડાણના મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને જોડાણ આપવું કે નહિ તે અંગેની ભલામણ કરવામાં આïવશે. જે રિપોર્ટ સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે અને નવી મંજૂરી મેળવનાર કોલેજોનો પણ વિદ્યાર્થીઓની સંખ્યા ફાળવવામાં આવે તે બાબતને ધ્યાનમાં લઇ ગણતરીના દિવસોમાં ઍકેડમિક કાઉન્સિલ અને સીન્ડિકેટની બેઠક બોલાવવામાં આવશે.

  • Related Posts