મોદી સહિતના વૈશ્વિક નેતાઓના ટિવટર ફોલોઅર્સ નકલી હોવાનો દાવો

નવી દિલ્હી : ડિજિટલ ઍજન્સિ ટિવપ્લોમેસીઍ ટિવટર ઓડિટને ટાંકીને વૈશ્વિક નેતાઓનાં ટિવટર ફોલોઅર સાથે જોડાયેલ ઍક આંકડો જારી કર્યો છે. ઍ આંકડા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૦ ટકાથી વધારે ટિવટર ફોલોઅર્સ બનાવટી છે આ યાદીમાં સૌથી ઉપર અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ છે કારણ કે તેમનાં ફોલોઅર્સ વધારે છે.

વડાપ્રધાન મોદીનાં ટિવટર ફોલોઅર્સ ૪ કરોડ ૧૦ લાખથી વધુ છે જયારે ડોનાલ્ડ ટ્રમ્પનાં ટિવટર ફોલોઅર્સ ૪ કરોડ ૭૯ લાખ છે. ટિવપ્લોમેસીના આ અહેવાલમાં જણાવાયા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પનાં ૩૭ ટકાથી વધુ ટિવટર ફોલોઅર્સ બનાવટી છે.

આ આંકડા ટિવટ ઓડિટ નામની ઍક ઍજન્સિ દ્વારા ઍકત્ર કરવામાં આવ્યા છે. ટિવટર ઓડિટે જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી બાદ બનાવટી ફોલોઅર્સની સંખ્યા પોપ, ફ્રાંસિસની વધુ છે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટિવટર પર પોપ ફ્રાંસિસનાં ઍક કરોડ સડસઠ લાખ ફોલોઅર્સ છે પરંતુ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ

ફોલોઅર્સમાંથી લગભગ ૫૯ ટકા બનાવટી છે. લિસ્ટની વાત કરીઍ તો નંબર-૧ પર ડોનાલ્ડ ટ્રમ્પ છે જયારે બીજા ક્રમે વડાપ્રધાન મોદી છે.

  • Related Posts