મેગાવોટના સોલાર ૫ાવર પ્લાન્ટનું મોદી અને મેક્રોનના હસ્તે લોકા૫ર્ણ

દાદર કાલાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આજે મિરઝાપુર જિલ્લાના છાનવે બ્લોકમાં ઉત્તરપ્રદેશના સૌથી વધુ મોટા સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના ગવર્નર રામ નાઇક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાદર કાલાનમાં હવાઇ પટ્ટી ખાતે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમની પત્નીનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને સૌર પેનલોને કાર્યાન્વિત કરવા બટન દબાવ્યું હતું અને ૭૫ મેગાવોટની સવલતનું લોકાર્પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના પ્રમુખ મેક્રોન ભારતની મુલાકાતે આવ્યા છે તેમના હસ્તે આ પાવરપ્લાન્ટનૂ. ઉદઘાટન ખાસ ઍટલા માટે કરાવવામાં આવ્યુ હતું કે આ પાવર પ્લાન્ટ ફ્રેન્ચ કં૫ની દ્વારા બનાવવામાં આવયો છે.

૩૮૦ ઍકર વિસ્તારમાં ૧૧૬૦૦ સોલર પેનલો ગોઠવાઇ છે
ફ્રાંસની કંપની ઍન્જી દ્વારા આશરે રૂા.૫૦૦ કરોડના ખર્ચે બાંધવામાં આવેલ આ ૭૫ મેગાવોટનો પ્લાન્ટ પર્વતીય પ્રદેશ વિંધ્યા પર્વતમાળા પરના દાદર કાલાન ગામ ખાતે આવલો છે. ૩૮૦ ઍકર કરતા વધારે વિસ્તારમાં ૧૧૮૬૦ સોલર પેનલો સ્થાપવામાં આવી છે.

અધિકારીઓઍ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ મિરઝાપુર રેન્જના જિગ્ન સબ સ્ટેશનને વીજળી પ્રસારિત કરશે.

આ પ્લાન્ટ વર્ષે ૧૫.૬ કરોડ યુનિટ વીજળી પેદા કરશે અને પ્રતિ માસ લગભગ ૧.૩૦ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે.

  • Related Posts