મેક્રો ઇકોનોમી ડેટા, વૈશ્વિક સંકેતોથી શેરો ઉછળ્યા બાદ બેન્ક શેરોની પાછળ વેચવાલીના દબાણે સેન્સેક્ષ ૧૪૪ પોઇન્ટ તુટયો, નિફટી ૧૦૫૦૦ પર બંધ

પંજાબ નેશનલ બેન્કની મંુબઇ બ્રાન્ચમાં ૧૭૭૧ કરોડ ડોલરના ફ્રોડ કેસ ખુલતા આજે પંજાબ નેશનલ બેન્કની આગેવાની હેઠળ બેન્ક શેરોની આગેવાની હેઠળ બજારનું મોરલ ખરડાઇ ગયું હતું. આ ઉપરાંત, રિઝર્વ બેન્ક દ્વારા ઍનપીઍના સંદર્ભમાં સખતાઇ શરૂ કરી દેતાં પીઍસયુ બેન્કોમાં જોરદાર કડાકો બોલાયો હતો. અને પીઍસયુ બેન્ક ઇન્ડેક્ષ ૩ ટકા સુધી તુટયો હતો. આજે શરૂઆત સુધારા સાથે થઇ હતી, પછી બેઉતરફી વધઘટ કરી રહેલાં ભારતીય શેરબજારમાં અંતિમ તબક્કામાં જોરદાર વેચવાલીનું દબાણ રહેતા સેન્સેક્ષ ૨૫૦ પોઇન્ટ તુટી ગયો હતો અને નિફટી ૧૦૪૫૦ની નીચે ઉતરી ગઇ હતી. અંતે, નિફટી ૧૦૫૦૦ની સપાટી પર બંધ રહયો હતો.
બીજી તરફ, વૈશ્વિક બજારોમાં આજે અમેરિકન બજારોની પાછળ સુધારાની ચાલ જોવા મળી હતી. આજે હોંગકોંગ શેરબજારમાં ૬૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, પરંતુ વૈશ્વિક સારા સંકેતો તથા મેક્રો ઇકોનોમીના સારા આંકડા જાહેર થયા હતા, પરંતુ પીઍનબી ફ્રોડ પ્રકરણના પગલે આજે બેન્ક શેરોની પાછળ વેચવાલીના દબાણે ઉછાળો ધોવાઇ ગયો હતો.
મેક્રો ઇકોનોમી દ્રષ્ટિઍ આઇઆઇપી અને સીપીઆઇ મજબૂત આવ્યા હતા, જેના લીધે આજે શેરબજારમાં તેજીથી શરૂઆત થઇ હતી, પરંતુ બેન્ક શેરોની આગેવાની હેઠળ ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર મહિનાના આઇઆઇપી ૭.૧ ટકા સાથે મજબૂત રહયો હતો. આઇઆઇપી સતત બીજા મહિને મજબૂત જોવાયો હતો. જ્યારે મેન્યુફેકચરીંગ સેકટરમાં ૮.૪ ટકાનો મજબૂત ગ્રોથ જોવાયો હતો. જ્યારે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્ષ (સીપીઆઇ) ઘટયો હતો. જે ડિસેમબ્ર ૨૦૧૭ના ૫.૨૧ ટકાની સરખામણીઍ જાન્યુઆરી, ૨૦૧૮માં ૫.૦૭ ટકા નોંધાયો છે. ઍટલુ જ નહીં, રૂરલ ઍરીયામાં ૫.૨૧નો છે, જ્યારે અર્બન ઍરીયામાં ૪.૯૩ ટકાનો રહયો છે. જ્યારે ડબલ્યુપીઆઇ ડેટા જાહેર થનારા છે, જેની પણ બજાર ઉપર અસર રહેશે.
સેન્સેક્ષ ૧૪૪ પોઇન્ટ અને નિફટી ૩૯ પોઇન્ટ તુટયો
આજે બીઍસઇ સેન્સેક્ષ ૧૪૪.૫૨ પોઇન્ટ ઍટલે કે ૦.૪૨ ટકા તુટીને ૩૪૧૫૫.૯૫ પોઇન્ટનો નરમ બંધ રહયો હતો. આજે ઇન્ટ્રાડેમાં ૧૭૨.૯૬ પોઇન્ટ ઉછળ્યો હતો, જ્યારે ૨૭૧.૯૦ પોઇન્ટ તુટયો હતો. જ્યારે નિફટી ૩૮.૮૫ પોઇન્ટ ઍટલે કે ૦.૩૭ ટકા તુટીને ૧૦૫૦૦.૯૦ પોઇન્ટ પર બંધ રહયો હતો. આજે ઇન્ટ્રાડેમાં નિફટી ૫૦.૮૦ પોઇન્ટ વધ્યો હતો, જ્યારે ૮૩.૧૦ પોઇન્ટ ઘટયો હતો.
સેકટર વાઇઝ જોઇઍ તો બીઍસઇ હેલ્થકેર ઇન્ડેક્ષ ૦.૬૯ ટકા, બેન્કેક્ષ ૧.૬૨ ટકા, પાવર ઇન્ડેક્ષ ૦.૬૮ ટકા ઘટયો હતો. જ્યારે આઇટી ઇન્ડેક્ષ ૦.૨૨ ટકા, ટેલીકોમ ઇન્ડેક્ષ ૦.૬૮ ટકા અને કેપીટલ ગુડઝ ઇન્ડેક્ષ ૦.૩૩ ટકા વધ્યો હતો.
મિડકેપ- સ્મોલકેપ શેરોનો ઉછાળો ધોવાઇને સપાટ થઇ ગયો : માર્કેટ બ્રેડથ પોઝીટીવમાંથી નેગેટીવ
આજે બીઍસઇ ખાતે મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં બેઉતરફી વધઘટ રહી હતી, ઍક તબક્કે, મિડકેપ ઇન્ડેક્ષ ૧૭૦૦૦ પોઇન્ટની સપાટી કુદાવી હતી. અંતે, નજીવા સુધારા સાથે બંધ રહયો હતો. બીઍસઇ મિડકેપ ઇન્ડેક્ષ ૦.૧૭ ટકા વધ્યો હતો અને સ્મોલકેપ ઇન્ડેક્ષ ૦.૧૬ ટકા વધ્યો હતો.નિફટીમાં મિડકેપ ૧૦૦ ઇન્ડેક્ષ સપાટ રહીને ૨૦૧૫૨ના સ્તરે બંધ રહયો હતો. જ્યારે માર્કેટ બ્રેડથ પોઝીટીવમાંથી નેગેટીવ થઇ ગયું હતુ. બીઍસઇ ખાતે ૧૪૯૮ શેરો ઘટયા હતા, જ્યારે ૧૩૩૦ શેરો સુધર્યા હતા અને ૧૩૬ શેરોમાં કોઇ ફેરફાર થયો નહતો. બીઍસઇ ખાતે કુલ ટર્નઓવર રૂ. ૪૫૯૭.૫૮ કરોડનું જોવાયું હતું. જ્યારે ગત સેસન્સમાં રૂ. ૪૭૧૮.૩૫ કરોડનું થયું હતું.
આજના કારોબારના દિવસ દરમ્યાન આગેવાન શેરોમાં યસ બેન્ક, ઍસબીઆઇ, ઍકસીસ બેન્ક, ભારતી ઇન્ફ્રાટેલ, ઓઍનજીસી અને સન ફાર્મા ૨.૫ ટકાથી ૪.૫ ટકા ઘટયા હતા. જ્યારે ટેક મહિન્દ્રા, ઇન્ડીયાબુલ્સ હાઉસીંગ, ભારતી ઍરટેલ, અદાણી પોર્ટસ, કોલ ઇન્ડીયા, રિલાયન્સ, વિપ્રો અને તાતા મોટર્સ ડીવીઆર ૧.૭૫ ટકાથી ૩.૬ ટકા સુધી વધ્યા હતા. મિડકેપ શેરોમાં બેન્ક ઓફ ઇન્ડીયા, કેનેરા બેન્ક, થ્રી ઍમ ઇન્ડીયા, યુનીયન બેન્ક અને આઇડીબીઆઇ બેન્ક ૪.૨ ટકાથી ૭.૯ ટકા સુધી તુટયા હતા. જ્યારે આરકોમ, ગ્લેક્સો, અશોક લેલેન્ડ, ઍમ ઍન્ડ ઍમ ફાઇ., અને જિલેટ ઇન્ડીયા ૨.૯ ટકાથી ૯ ટા ઉછળ્યા હતા. સ્મોલકેપ શેરોમાં ગુડરલીક ગ્રુપ, જેકે ટાયલ, અલ્હાબાદ બેન્ક, કનોરીયા કેમિકલ અને ઓરીઍન્ટલ બેન્ક ૭.૫ ટકાથી ૮.૯ ટકા તુટયા હતા. જ્યારે નેલ્કો, સોનાટા સોફટવેર, ઍચસીઍલ ઇન્ફો, કોહીનુર ફુડસ અને નિટકો ૧૦.૩ ટકાથી ૧૯.૭ ટકા મજબૂત જોવાયા હતા.
આરબીઆઇની કડકાઇ અને પીઍનબીના ફ્રોડ ટ્રાન્ઝેકશનના પગલે બેન્ક શેરોમાં ધોવાણ
પંજાબ નેશનલ બેન્કના અબજો રૂપિયાના ફ્રોડ કેસનો ભાંડો ફુટતા તેની પાછળ બેન્ક શેરોમાં જોરદાર કડાકો બોલાયો હતો. આજે પીઍસયુ બેન્કોમાં સ્ેટટ બેન્ક ૩.૬૬ ટકા, કેનેરા બેન્ક ૫.૯૯ ટકા, યુનીયન બેન્ક ૪.૯૪ ટકા, સીન્ડીકેટ બેન્ક ૪.૬૪ ટકા, ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક ૧.૩૭ ટકા, બેન્ક ઓફ બરોડા ૨.૬૭ ટકા, આંધ્ર બેન્ક ૩.૯ ટકા, ઓરીઍન્ટલ બેન્ક ઓફ કોમર્સ ૮.૦૬ ટકા, દેના બેન્ક ૧.૩૧ ટકા અને ઇન્ડીયન બેન્ક ૨.૫૭ ટકા તુટયો હતો. જ્યારે પંજાબ નેશનલ બેન્ક ૧૦.૩૩ ટકા તુટયો હતો. બેન્ક ઓફ ઇન્ડીયાના ત્રીજા કવાર્ટરના નબળા પરિણામના લીધે ૮.૧૧ ટકા તુટયો હતો. પ્રાઇવેટ સેકટરની બેન્કો પર પણ નેગેટીવ અસર જોવા મળી હતી. જેમાં ઍકસીસ બેન્ક ૩.૮૧ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક ૨.૫૯ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૪૫ ટકા અને યસ બેન્ક ૪.૬૧ ટકા તુટયા હતા. જ્યારે ઇન્ડુસઇન્ડ બેન્ક ૦.૧૫ ટકા અને ઍચડીઍફસી બેન્ક ૦.૦૭ ટકા સુધર્યા હતા.
તાતા પાવરમાં ત્રીજા કવાર્ટરમાં નફો નજીવો સુધરતા ૦.૨૩ ટકા ઘટયો હતો. જ્યારે ગેઇલ દ્વારા ગેઇલના પરિણામો સારા આવ્યા હતા અને દર ત્રણ શેર સામે ઍક શેર બોનસ આપવાની જાહેરાત પાછળ ૦.૧૮ ટકા સુધયો હતો. મંગલમ સીમેન્ટ નબળા પરિણામોના પગલે ૦.૭૩ ટકા ઘટયો હતો.
પીઍનબીની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં બેન્ક ઓફ ઇન્ડીયા, ઓરીઍન્ટલ બેન્ક, જેકે ટાયર અને ફીનોલેક્સ ટોપ લુસર્સ બન્યા
પંજાબ નેશનલ બેન્કની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં બેન્ક ઓફ ઇન્ડીયા, ઓરીઍન્ટલ બેન્ક, જે કે ટાયર અને ફીનોલેક્સ ટોપ લુસર્સ બન્યા છે. બીેસઇ ખાતે પંજાબ નેશનલ બેન્કમાં મોટા ફ્રોડ કેસ બહાર આવતા ૩૧.૭૫ લાખ શેરોના કામકાજ સાથે ૭.૫૫ ટકા ઘટીને રૂ. ૧૪૯.૪૫, બેન્ક ઓફ ઇન્ડીયાના નબળા પરિણામોના પગલે ૮.૬૧ લાખ શેરોના કામકાજ સાથે ૬.૮ ટકા તુટીને રૂ. ૧૩૫, ઓરીઍન્ટલ બેન્ક ઓફ કોમસ૪માં ૨૦.૬૯ લાખ શેરોના કામકાજ સાથે ૬.૩૬ ટકા તુટીને રૂ. ૧૦૫.૨૦, જેકે ટાયરમાં ૪.૦૮ લાખ શેરોના કામકાજ સાથે ૫.૭૮ ટકા ઘટીને રૂ. ૧૭૯.૩૫ અને ફીનોલેક્સ ઇન્ડ.માં ૧૫૦૦૦ શેરોના કામકાજ સાથે ૫.૩૩ ટકા ઘટીને રૂ. ૬૫૫નો ભાવ બોલાયો હતો.
બીેસઇ ખાતે ભારતી ઇન્ફ્રાટેલ, દાલમીયા ભારત, પેજ ઇન્ડ., તાતા મોટર ડીવીઆરમાં ધુમ કાકમાજ જોવાયા હતા. ભારતી ઇન્ફ્રાટેલમાં ૧૨.૭૩ ગણા ઍટલે કે ૧૨.૫૭ લાખ શેરોના કામકાજ સાથે ૨.૯૭ ટકા ઘટીને રૂ. ૩૨૮.૦૫, દાલમીયા ભારતમાં ૭.૦૩ ગણા ઍટલે કે ૫૯ હજાર શેરોના કામકાજ સાથે ૧.૫ ટકા વધીને રૂ. ૨૯૨૬.૫૦, પેજ ઇન્ડ.માં ૪.૪૯ ગણા ઍટલે કે ૭ હજાર શેરોના કામકાજ સાથે ૧.૮૪ ટકા વધીને રૂ. ૨૨૪૩૭.૮૦ અને તાતા મોટર્સ ડીવીઆર ૪.૩૩ ગણા ઍટલે કે ૯.૧૫ લાખ શેરોના કામકાજ સાથે ૦.૭ ટકા ઘટીને રૂ. ૨૦૮.૪૫નો ભાવ બોલાયો હતો. જ્યારે ઍનઍસઇમાં સ્ટાર સીમેન્ટ અને ઍસ્સલ પ્રોપેકમાં ધુમ કામકાજ થયા છે. સ્ટાર સીમેન્ટમાં ૧૦.૦૯ ગણા ઍટલે કે ૨૦.૯૬ લાખ શેરોના કામકાજ સાથે ૦.૩૪ ટકા ઘટીને રૂ. ૧૩૦.૭૦ અને ઍસ્સેલ પ્રોપેકમાં ૯.૬૨ ગણા ઍટલે કે ૫.૭૭ લાખ શેરોના કામકાજ સાથે ૧.૭૬ ટકા વધીને રૂ. ૨૭૯.૮૦નો ભાવ બોલાયો હતો.
વોલસ્ટ્રીટની પાછળ ઍશિયન તથા યુરોપીયન બજારોમાં સુધારો નોંધાયો
વૈશ્વિક બજારોમાં વોલસ્ટ્રીટની પાછળ ઍશિયન અને યુરોપીયન બજારોમાં સુધારો નોંધાયો હતો. અમેરિકાના ફુગાવાના દર નિયંત્રણમાં રહેવાની અપેક્ષાઍ તથા ઍમેઝોન અને ઍપલની પાછળ આ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે આર્થિક સ્તરે જર્મની ગ્રોથ કરી રહી છે, જેને પ્રીમીયમ ઍન્જીનયીરીંગ ગુડઝમાં જોરદાર માગ વધી છે. જ્યારે છેલ્લા કવાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ ૦.૬ ટકાઍ પહોંચ્યો છે. જ્યારે વાર્ષિક ૨.૫ ટકાનો છે. જાપાનનો પણ ગ્રોથ સુધર્યો છે, જેની પણ વૈશ્વિક બજારો ઉપર અસર જોવા મળી હતી. જ્યારે ચીનમાં આગામી ૧૫થી ૨૧ ફેબના રોજ લુનર ન્યુ યરના પગલે બંધ રહેશે. હોંગકોંગ બજાર ૧૬થી ૧૯ ફેબ બજાર બંધ રહેશે.
ઍશિયન બજારોમાં નીક્કી ૦.૪૩ ટકા, સ્ટ્રેઇટસ ૦.૩૬ ટકા ઘટયો હતો, જ્યારે હેંગસેંગ ૨.૨૨ ટકા, કોસ્પી ૧.૧૦ ટકા અને શાંઘાઇ ૦.૪૫ ટકા વધ્યા હતા. જ્યારે યુરોપીયન બજારોમાં ઍફટીઍસઇ ૦.૫૭ ટકા, કેક ૦.૬૨ ટકા અને ડેક્સ ૦.૬૬ ટકા વધ્યા હતા.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts