મુકેશ અંબાણીનાં નાના પુત્ર અનંતની સગાઇની ખબર જૂઠી છે

  • 99
    Shares

સોશિયલ મીડિયા પર ફેલાયેલી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતની સગાઇની ખબર જૂઠી નીકળી છે. રિલાયન્સ જિયોના ઍક વરિષ્ઠ અધિકારી સંજય પાંડેયે અનંતની સગાઇની ખબરને સંપૂર્ણપણે અફવા બતાવી છે.

તેમણે જણાવ્યા મુજબ હેલોમેગ નામના ઍક ઇસ્ટાગ્રામ ઍકાઉન્ટ પરથી ઍ બનાવટી ખબર પ્રસરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાધિકા મચઝ્ટ અને અનંત અંબાણીઍ સગાઇ કરી લીધી છે. બંને ફકત મિત્રો છે.

આપને જણાવી દઇઍ કે ઍક સપ્તાહ પહેલાં જ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અને આનંદ પિરામલની સગાઇ થઇ છે બંને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે.

આનંદ, પીરામલ ગ્રુપના માલિક અજય પીરામલ અને સ્વાતી પીરામલના પુત્ર છે. તેમણે યુનિવર્સિટી ઓફ પેનસિલવેનિયામાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ઍમબીઍ કયુઝ્ છે. થોડા સમય પહેલાં જ તેમણે બે સ્ટાર્ટઅપ શર કર્યા છે પહેલું પીરામલ-ઇ-સ્વાસ્થ્ય અને બીજું પીરામલ રિઅલ્ટી.

પીરામલ ઇ-સ્વાસ્થ્ય ઍક દિવસમાં ૪૦,૦૦૦થી વધુ દર્દીઓનો ઇલાજ કરી રહી છે. તે ઉપરાંત તેઓ પીરામલ ગ્રુપના ઍકિઝકયુટિવ ડિરેકટર પણ છે.

  • Related Posts