મુંબઈવાસીઓને મોટી રાહત મળી

  • 25
    Shares

ભારે વરસાદે આજે વિરામ લીધો હતો અને લોકલ ટ્રેન સેવાઓ ફરીથી શરૂ થઈ હતી, એ મ અધિકારીઓએ  કહ્યુ હતું.
રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થતાં ગઈકાલે લોકલ ટ્રેન સેવા ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ હતી. ચાર દિવસના ભારે વરસાદે મહાનગરમાં જનજીવન ખોરવી નાંખ્યું હતું, આજે માર્ગ પર વાહન વ્યવહાર પણ સરળ રીતે ચાલુ થયો હતો. સવારથી લોકલ ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી હતી અને પશ્ચિમ રેલવેએ  કેટાલાંક રૂટ પર ટ્રેન સેવા ફરીથી શરૂ કરી હતી જો કે ટ્રેક પર હજુ પણ પાણી ભરાયેલા હોઈ ટ્રેનની ઝડપ મર્યાદિત રાખવામાં આવી હતી. માત્ર ૧૦ દિવસમાં શહેરમાં ૮૬૪.૫ એ મએ મ વરસાદ પડયો હતો જે આખા મહિનમાં પડતાં વરસાદ સરખો જ હતો, એ મ હવામાન ખાતાએ જણાવ્યુ હતું.

મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન ગઈકાલે નાલાસોપોરા અને વિરાર સ્ટેશન વચ્ચે બંધ કરાઈ હતી જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આજે સેંકડો મુસાફરો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવા રેલવે સ્ટેશન આવ્યાં હતાં. આ કારણથી લોકલ ટ્રેન સેવા ચેતવણીની નોંધ સાથે શરૂ કરવામાં આવી હતી અને કેટલાક રૂટ પર ટ્રેનની ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાક રાખવામાં આવી હતી, એ મ પશ્ચિમ રેલવેના અધિકારીએ  જણાવ્યું હતું.
મુંબઈના પરા વિસ્તારના પ્રધાન વિનોદ તાવડે શહેરના અધિકારીઓ સાથે અને પોલીસ સાથે બેઠક કરી ભારે વરસાદના પડકારોનો સામનો કરવા વ્યવસ્થા કરવા ચર્ચા કરશે. હવામાન ખાતાએ  કહ્યુ હતું કે શહેરમાં ભારે વરસાદની સ્થિતિ શનિવાર સુધી ચાલુ રહેશે.

 

  • Related Posts