મુંબઈમાં એક યુગલે જાહેરમાં સંભોગ કરતા ખળભળાટ

  • 41
    Shares
આજુ બાજુથી ઝડપથી પસાર થતાં વાહનો અને રાહદારીઓની પરવાહ કર્યા વિના ઍક યુવાન યુગલે મુંબઈના પોશ મરીન ડ્રાઈવ વિસ્તારમાં રોડ ડીવાઇડર પર કથિત રીતે સંભોગ કર્યો હતો. અહેવાલ મુજબ આ બનાવ ગુરુવારે વ્યસ્ત કલાકોમાં બન્યો હતો, સેંકડો લોકોઍ આ અનોખા બનાવને જોયો, ફોટો પાડયા અને વીડિયો ઉતાર્યો હતો. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ બનાવ એર ઈન્ડિયા બિલ્ડીંગ અને મરીન હોટલ પ્લાઝા વચ્ચે બન્યો હતો જેને ક્વીન્સ નેકલેસ તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્ર સરકારનું મુખ્યાલય અહીંથી થોડે જ દૂર છે.
કેટલાક લોકો વીડિયો ઉતારી રહ્યા હતાં ત્યારે કેટલાંક લોકોએપોલીસને ફોન કર્યો હતો ત્યારબાદ તરત જ પોલીસની વેન બનાવ સ્થળે પહોંચી ગઈ હતી, પોલીસને જોઈને યુગલે કપડા વ્યવસ્થિત કરી રોડ ક્રોસ કરી ત્યાંથી નીકળી ગયાં હતાં. જો કે પોલીસે મહિલાને પકડી પાડી હતી પણ તે માણસ જે વિદેશી નાગરીક લાગતો હતો તે ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે.
પોલીસે યુવતીની પૂછપરછ કરતાં તેણે દાવો કર્યો હતો કે તે ગોવાની રહેવાસી છે પણ ત્યારબાદ તેણે વિરોધાભાસી જવાબો આપવાના શરૂ કર્યા હતાં. તેણે ઍ પણ દાવો કર્યો હતો કે તે લોકો માત્ર કિસ કરી રહ્યા હતાં. અત્યાર સુધી બંને પર કોઈ આરોપ લગાવવામાં આવ્યા નથી.
પોલીસ મુજબ યુવતી માનસિક રીતે થોડી અસ્થિર લાગી રહી હતી અને તેને મહિલા સુરક્ષા કેન્દ્રમાં મોકલી દેવાઈ હતી અને આગળની તપાસ હાથ ધરાઈ હતી.
  • Related Posts