મુંબઇમાં ભરઆકાશે બે વિમાનો ભટકાવાથી સહેજમાં બચી ગયા

મુંબઇ : ઍર ઇન્ડિયા અને વિસ્તારા ઍરલાઇન્સના વિમાનો હવામાં મધ્ય આકાશે ટકરાતા આબાદ બચી ગયા હતાં. આ ઘટના ૭મી ફેબ્રુઆરીની છે. બંને વિમાન હવામાં ઍકબીજાથી માત્ર ૧૦૦ ફીટના અંતરે હતાં. હકીકતમાં મુંબઈ હવાઇ ક્ષેત્રમાં ઍ સમયે ઍક મોટી દુર્ઘટના ટળી ગઇ જયારે વિસ્તારાનું ઍક વિમાન ખતરનાક ઢંગથી ઍરઇન્ડિયાના ઍક વિમાનની ઘણી જ નિકટ આવી ગયું હતું. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (ઍઍઆઇબી)ઍ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

૭મી ફેબ્રુઆરીના રોજ ૧૫૨ યાત્રીઓને લઇને દિલ્હીથી પૂણે જઇ રહેલ વિસ્તારાનું યૂકે-૯૯૭ વિમાન ૧૦૯ યાત્રીઓને લઇને ભોપાલ જવા માટે ઉડ્ડયન કરનાર ઍર ઇન્ડિયાના ઍઆઇ-૬૩૧ વિમાનની ઘણું જ નિકટ આવી ગયું હતું. તે સમયે બંને વિમાન વચ્ચેનું અંતર માત્ર ૧૦૦ ફીટ હતું.

ઍર ઇન્ડિયાના વિમાનના કેપ્ટને પોતાનાં અહેવાલમાં લખ્યું છે કે વિમાન માત્ર ૧૦૦ ફીટ દૂર હતું. તે પછી તુરંત બાદ તેને સુરક્ષિત રીતે દૂર લઇ જવાયું. ઍક અધિકારીઍ જણાવ્યું હતું કે સ્વચાલિત ઍલર્ટ મશીન દ્વારા બંને વિમાનોના પાઇલોટોને વિમાનો નિકટ આવી રહ્યા બાબતે જાણકારી મળી હતી તે પછી વિમાનો વચ્ચે ટકકર ટળી ગઇ હતી.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts