મીડિયા કિંગ રાઘવ બહલની મિલ્કતો પર આવક વેરાના દરોડા
મીડિયા કિંગ રાઘવ બહલના ઘર અને ઓફિસ પર આવક વેરા ખાતાએ આજે દરોડા પાડયા હતાં, કથિત રીતે કરચોરીના સંબંધમાં આ તપાસ કરાઈ હતી, એમ અધિકારીઓએ કહ્ના હતું.
આવક વેરાના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે ધ ક્વીન્ટ ફાઉન્ડરની નોઈડામાં આવેલી મિલ્કતો પર વહેલી સવારે દરોડા પાડયા હતાં, લોંગ ટર્મ કેપીટલ ગેન્સના (એલટીસીજી) કેસના સંબંધમાં દસ્તાવેજ અને અન્ય પુરાવાઓની શોધ કરાઈ હતી.
બહલ ઉપરાંત ૩ અન્ય લાભાર્થીઓ અને પ્રોફેશનલ જે લાલવાની, અનૂપ જૈન અને અભિમન્યુની પણ આ સંબંધમાં તપાસ કરાઈ હતી. તેમનો વેપાર વિદેશ સ્થિત કંપનીઓ સાથે જાડાયેલો છે તેમની તપાસ કરવામાં આવી રહી છે.
બહલ તે સમયે મુબઈમાં હતાં તેમણે તંત્રી ગિલ્ડ સામે પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્ના હતું કેટલાંક આવકવેરા ખાતાના અધિકારીઓ તેના ઘર અને ધ ક્વીન્ટની ઓફિસમાં આજે શોધ માટે ઘુસી ગયાં હતાં.
બહલે કહ્ના હતું અમારી કંપની પૂરા વેરા ભરે છે અને અમે તેમને સમસ્ત નાણાંકીય દસ્તાવેજ દેખાડીશું. જા કે મેં મારા અધિકારી યાદવને કહ્ના હતું કોઈ એવો મેલ/દસ્તાવેજ ન ખોલવો જેમાં પત્રકારત્વની ગંભીર/સંવેદનશીલ સામગ્રી હોય, સાથે જ તેમણે પોતાનો સ્માર્ટફોનનો ઉપયોગ કરી તે સામગ્રીઓની બિનઅધિકૃત નકલ બનાવવી નહીં.
જા તેઓ આવું કરશે હું કડક પગલાં લઈશ, એમ બહલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યુ હતું.
બહલ ધ ક્વીન્ટ ન્યુઝ વેબસાઈટ અને નેટવર્ક ૧૮ ગ્રુપના સંસ્થાપક છે અને જાણીતાં મીડિયા સાહસિક છે.