માલ્યા-નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતે ઇંગ્લેન્ડની મદદ માગી

  • 13
    Shares

ગુજરાતમિત્ર

ભારત-યુકેના ગૃહ મંત્રાલયો વચ્ચેની ત્રીજી બેઠકમાં ભારતે આજે યુનાઈટેડ કિંગડમ પાસે લીકર કિંગ વિજય માલ્યા અને આઈપીઍલના પૂર્વ પ્રમુખ લલિત મોદીના વહેલા પ્રર્ત્યાપણ માટે મદદ માંગી હતી, સાથે જ હિરા વેપારી નીરવ મોદીની શોધમાં પણ મદદ કરવા કહ્યુ હતું.

નવી દિલ્હીઍ લંડનને કહ્યુ હતું કાશ્મીરી અને ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા ભારત વિરોધી કૃત્યો માટે બ્રિટીશ ક્ષેત્રનો ઉપયોગ ન થવા દેવો.

યુકેમાં રહી રહેલાં ભાગેડું અને આર્થિક ગુનેગારો અંગે બંને પક્ષો વચ્ચે વિગતવાર વાતચીત થઈ હતી. ભારતીય પ્રતિનિધી મંડળે યુકે વહીવટીતંત્રને પ્રત્યાપર્ણની કાર્યવાહી ઝડપી બનાવવા કહ્યુ હતું, ઍમ ગૃહ મંત્રાલયે બેઠક બાદ ઍક નિવેદનમાં કહ્યુ હતું.

ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાઍ કર્યુ હતું. હાલમાં જ યુકેમાં અમુક ઉગ્રવાદી અને કટ્ટરવાદી તત્વોઍ જે કૃત્યો કર્યા હતાં તેના પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. બ્રિટનને આવા કૃત્યો પર નજર રાખવા અને યોગ્ય પગલાં સાથે જ સમય પર બાતમી શેર કરવા કહેવાયું હતું.

  • Related Posts