મહિલાઑ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને ફૂટબોલની જેમ લાતો મારી

  • 17
    Shares

મધ્ય પ્રદેશમાં મહિલાઓને મજૂરી નહીં મળી તો તેમણે રાજ્ય સરકાર વિરૂદ્ધ વિરોધ દર્શાવવા અનોખો માર્ગ અપનાવ્યો હતો. ગઈકાલે પીડિત મહિલાઓઍ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનની તસવીરની કટીંગ ફુટબોલ પર ચોંટાડીને તેના પર મન ભરીને કિક મારી હતી. મહિલાઓનું કહેવું હતું જે રીતે સરકારે સામાન્ય માણસને ફુટબોલ બનાવીને લાત મારી છે તેવી જ રીતે અમે પણ ચૂંટણીમાં તેમને કિક મારીશું. શિવરાજ સિંહની તસવીર લાગેલી ફુટબોલ રમતી મહિલાઓની તસવીર આજે ટીવી અને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ બનાવ ખંડવાનો છે જ્યાં ધરણા પર બેસેલા ખેડુતોનો આરોપ છે કે ચાર વર્ષ પહેલાં તેમણે મનરેગા યોજના હેઠળ રેશમ કીટ ઉત્પાદન માટે વૃક્ષ લગાવ્યાં હતાં પણ અત્યાર સુધી તેમને પૈસા ચૂકવવામાં આવ્યા નથી.

  • Related Posts