મહિનામાં ઍક રિટર્ન ફાઇલ કરવામાં વેપારીઓ હેરાન થઈ જશે

 

જીઍસટી કાઉન્સિલની સિંગલ રીટર્ન અમલી બનાવવાની જાહેરાતને કાપડ ઉદ્યોગે વધાવી છે. પરંતુ મહિનામાં ઍક રીટર્ન ફાઇલ કરવાની ટેકનોલોજી વસાવવામાં સુરતના કાપડના વેપારીઓને છ મહિનાનો સમય લાગશે.

જીઍસટીઆર ૧ અને ૩બી ફોર્મની પ્રક્રિયા સરકાર ચુસ્ત બનાવશે અને ખોટી ક્રેડિટ લેનારા વેપારીઓ પાસે ૨૦૦ ટકાની પેનલ્ટી વસુલ કરાશે. ઍક જુલાઇ ૨૦૧૭થી જીઍસટી અમલમાં આવ્યું ત્યારથી જ વેંચનાર અને માલ ખરીદનાર અલગ અલગ રીટર્ન ભરતા હતા અને ત્રીજુ રીટર્ન ફોર્મ ફાઇનલ થાય તે પછી જ રીટર્ન માન્ય ગણાતું હતું. હવે જીઍસટીઆર ૨ કાઢીને ૧ રીટર્નની સીસ્ટમ ટેક્ષ ચોરીની છટકબારી બંધ કરીને લાવવામાં આવી રહી છે. તેને લઇને વેપારીઓ ટેકનોલીજી અને સીસ્ટમ વિકસાવવા માટે ૬થી ૯ મહિનાના સમયની માંગણી કરી રહ્યા છે.

ઍક જ રીટર્ન ભરવાની પ્રક્રિયામાં ક્રેડિટ જમા ઉધાર કે બોગસ બિલો રજુ કરવા જેવી ગેરરીતી આ સીસ્ટમમાં જોવા નહિં મળે. કારણ કે સિંગલ રીંટર્નમાં ગણત્રીની સેકન્ડમાં કેશલેઝરમાં પ્રોવિઝનલ ક્રેડિટ જમા થઇ જશે.

આ ક્રેડિટ વેપારીઓ ઉપયોગમાં લઇ શકશે નહિં. સિંગલ રીટર્નની નવી જોગવાઇ પ્રમાણે માલ વેંચનાર રીટર્ન નહિં ભરે તો ટેક્ષ ભરવાની જવાબદારી ખરીદનારના માથે આવશે. માલ વેંચનાર ટેક્ષ ભર્યાની ખોટી માહિતી આપશે અને ખરીદનાર ખોટી રીટે ક્રેડિટ કલેઇમ કરશે તો ૨૦૦ ટકાની પેનલ્ટી કાપડ ખરીદનારે ભરવી પડશે. કાઉન્સિલની આ બેઠક પછી કાપડના વેપારીઓ ટેક્ષ કન્સલટન્સની સલાહ લઇ રહ્યા છે.

  • Related Posts