મદ્રાસ કાફે ફિલ્મની હિરોઇન રાશિ ખન્નાને જસપ્રીત બુમરાહ પ્રત્યે ક્રશ

ક્રિકેટર અને બોલીવુડની અભિનેત્રીઓ વચ્ચેનો સંબંધ કોઇ નવી વાત નથી. હાલમાં જ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માઍ લગ્ન કર્યા છે, આ પહેલા હરભજન સિહ, યુવરાજ સિંહ અને ઝહીર ખાન બોલીવુડની અભિનેત્રીઓ સાથે પરણી ચૂક્યા છે અને હાર્દિક પંડ્યા તેમજ ઍલી અવરામ વચ્ચે પણ કંઇક હોવાનું કહેવાઇ રહ્યુ છે, હવે તેમાં ઍક વધુ નામ જોડાયું છે અને તે છે જસપ્રિત બુમરાહ અને દક્ષિણ ભારતીય અભિનેત્રી રાશિ ખન્નાનું. જોન અબ્રાહમ સાથે મદ્રાસ કાફેમાં જોવા મળેલી રાશિ ખન્નાઍ બુમરાહ પ્રત્યે પોતાના પ્રેમનો ઍકરાર કર્યો છે.
રાશિઍ પોતાના પ્રેમનો ઍકરાર કરતાં કહ્યું હતું કે તે ક્રિકેટ માત્ર બુમરાહને કારણે જ જુઍ છે. રાશિ બુમરાહ જેમાં રમે છે તે દરેક મેચ જુઍ છે, અને ઍ વાતનો ઉલ્લેખ ખુદ રાશિઍ જ કર્યો છે. રાશિ ખન્ના ઘણીવાર સોશિયલ મીડિયા પર બુમરાહની પ્રશંસા કરતી જોવા મળે છે. હવે જોવાનું ઍ રહે છે કે બુમરાહની પ્રતિક્રિયા શું રહે છે. રાશી ખન્ના દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઍક પ્રસિદ્ઘ નામ છે અને તેણે ઘણી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે. સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts