ભેગા કેટલા થશે તેની ખબર નથી પણ કોંગ્રેસે ૧૨૦૦ બેઠકનો હોલ કારોબારી માટે બુક કર્યો!

  • 14
    Shares

આગામી તા.૧૮ મે ના રોજ કોંગ્રેસની શહેર કારોબારીની બેઠક થવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા સરદાર સ્મૃતિ ભવનની પસંદગી કરી છે. ૧૨૦૦ બેઠકની ક્ષમતાના સરદાર સ્મૃતિ ભવનની પસંદગી કરાતા કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ આશ્ચર્ય થવા પામ્યું છે. શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા કાર્યક્રમોમાં જે રીતે પાંખી હાજરી જોવા મળે છે તે જોતા શહેર કારોબારી માટે ૧૨૦૦ બેઠકની ક્ષમતાના સરદાર સ્મૃતિ ભવનની પસંદગી ભારે ચર્ચાનો વિષય બની છે.

શહેર કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી જુથબંધી ચરમસીમાઍ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સામે કોંગ્રેસના કાર્યકતાઓ અને કોર્પોરેટરોઍ પ્રભારી સમક્ષ રજુઆત પણ કરી છે. કોંગ્રેસના કોઈ પણ કાર્યક્રમમાં ૧૦૦ કે ૨૦૦ કાર્યકરો ભેગા કરવા પણ મુશ્કેલ હોય છે ત્યારે શહેર કારોબારીમાં તો અમુક અપેક્ષિત નેતાઓઍ જ હાજરી આપવાની હોય છે. આ સંજોગોમાં ૧૨૦૦ લોકોની કેપેસિટીનો હોલ રાખવામાં આવતા અહી કારોબારીની મીટિંગ થશે કે સભા? તેનો ફોડ ખુદ કોંગ્રેસ કાર્યકરો પણ પાડી શકતા નથી. ઉલ્લેખનીય છે કે આ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેવાના છે.

  • Related Posts