ભારત વતી મેચ જીતવાનું મારુ સ્વપ્ન સાચુ પુરવાર થયું : શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુર ઍ વાત સારી રીતે જાણે છે કે મર્યાદિત ઓવરોની ટીમમાં સરળતાથી તેને ઍટલી તક મળવાની નથી, તેથી જ તે ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ત્રીજા બોલર તરીકેની ભૂમિકા પૂરી લગનથી ભજવવા માટે તૈયાર છે. પડકારોનો સામનો કરવા અંગે તેણે કહ્યું હતું કે મે પહેલા પણ ઍવું કહ્યું છે કે મને પડકારોનો સામનો કરવો ગમે છે, અને હું આ બાબતને હાલમાં પડકાર તરીકે જ લઇ રહ્યો છું.
તેણે કહ્યું હતું કે ટીમમાં જ્યારે સિનિયર બોલર નથી ત્યારે મારે વધારાના પ્રયાસ કરવા પડશે. મુંબઇ માટે રણજી ટ્રોફીમાં રમતી વખતે મે ઝહીર ખાન, ધવલ કુલકર્ણી અને અજીત અગારકરના સ્થાને હું રમી ચુક્યો છું. ઝહીર ખાને શોધેલા નકલ બોલનો હાલ ભારતીય ટીમના ઘણાં બોલરો ઉપયોગ કરીને સફળતા મેળવી રહ્યા છે. શાર્દુલે કહ્યું હતું કે આ કળા મે જાતે શીખી છે. તેના માટે મે ઝહીરના વીડિયો પણ જોયા નથી. મને ઍ ખબર હતી કે બોલને કેવી રીતે પકડવો અને તે પછી હું મારી જાતે ઍ શીખ્યો છું.
શાર્દુલે શ્રીલંકા સામેની મેચમાં ૪ વિકેટ ઉપાડી વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેન ઓફ ધ મેચ બન્યા પછી શાર્દુલે કહ્યું હતું કે આ ઍવોર્ડ મળવાથી હું ઘણો ખુશ છું. મે હમેંશા ભારત માટે મેચ જીતવાનું સ્વપ્ન જોયું હતું અને આજે મે તે કરી બતાવ્યું. પ્રામાણીકતાથી કહું તો મેચ શરૂ થતા પહેલા થોડો ડર હતો, પણ દબાણ નહોતું. મેચ માટે કોઇ ખાસ તૈયારી નહોતી કરી પણ જે વ્યુહરચના બનાવી હતી તે કામ આવી છે.

  • Related Posts