ભારત ફ્રાન્સે ૧૪ કરાર કર્યા, રક્ષા, અણુ ઉર્જામાં સહકારમાં વધારો

વ્યુહાત્મક જોડાણમાં મહત્વના વિસ્તાર સાથે ભારત અને ફ્રાન્સે આજે રક્ષા, સુરક્ષા, અણુ ઉર્જા અને વર્ગીકૃત માહિતીની રક્ષા જેવા ક્ષેત્રોમાં ૧૪ કરાર પર સહી કરી હતી, આ ઉપરાંત બંને દેશ ભારત પ્રશાંત મહાસાગરમાં સહકાર વધારવા અને ત્રાસવાદનો સમાનો કરવા સંયુક્ત પ્રયાસ કરવા પણ રાજી થયાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સ પ્રમુખ ઍમ્યુનલ મેક્રોં વચ્ચે ગહન વાતચીત બાદ આ કરાર કરાયાં હતાં સાથે જ હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં બદલાઈ રહેલી સુરક્ષા સ્થિતિ અંગે પણ બંને નેતાઓઍ ચર્ચા કરી હતી. આ પહેલાં ગઈકાલે મોડી રાત્રે મેક્રોં ભારત આવી પહોંચ્યા હતાં તેમને લેવા મોદી ઍરપોર્ટ ગયા હતાં.
ચીનના સ્પષ્ટ સંદર્ભમાં મેક્રોને ભાર આપીને કહ્યુ હતું દરિયાના માર્ગનો ઉપયોગ સત્તાની રમત માટે ન કરી શકાય.
કરારમાં બંને દેશોની સેના વચ્ચે પરસ્પર સહયોગ વધારવા અને વર્ગીકૃત અથવા સુરક્ષિત માહિતી પર થયેલા કરાર સામેલ છે, ભારત-ફ્રાન્સ રાફેલ લડાકુ વિમાનોના અબજો રૂપિયાના સોદાને પ્રકાશિત કરવાથી ભારત સરકારે ઈંકાર કર્યો હતો તેની પૃષ્ઠભૂમિમાં આ કરાર કરાયો છે. આ કરાર હેઠળ કોઈ પણ સુરક્ષિત માહિતીની આપ લેમાં સુરક્ષાના સામાન્ય નિયમ લાગુ પડશે.
બંને દેશો વચ્ચે રક્ષા સહકાર નવી ઉંચાઈઍ પહોંચ્યો છે તેની નોંધ લેતાં મેક્રોંઍ ભારતીય નૌકાદળ માટે સ્કોર્પિયન સબમરીન કાર્યક્રમ અને વાયુ સેના માટે લડાકુ જહાજ સોદાની વાત કરી હતી.
દરીયાઈ ક્ષેત્રમાં વિકાસ માટે બંને દેશોની વાયુ સેના સમુદ્રી ક્ષેત્રમાં સંયુક્ત નિરીક્ષણ રાખશે જ્યારે બંને દેશોના નૌકાદળ ગુપ્તચર માહિતી ઍક બીજાને આપશે સાથે જ પોત પોતાના સેન્ય બેસ ઍક બીજા માટે ખુલ્લા રાખશે. હિન્દ મહાસાગરમાં ચીન પોતાનું વર્ચસ્વ વધારવામાં લાગેલું છે તેને ધ્યાનમાં રાખતાં આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મેક્રોંઍ કહ્યુ હતું બંને દેશો વચ્ચે વ્યુહાત્મક સહકારમાં ત્રાસવાદ અને ઉગ્રવાદનો સામનો કરવો મહત્વપૂર્ણ તત્વ છે તેમણે ઈસ્લામિક ત્રાસવાદનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યુ હતું અમે ભારતને પોતાનો પ્રથમ વ્યુહાત્મક ભાગીદાર બનાવવા માંગીઍ છીઍ અને પોતે ભારતના પ્રથમ વ્યુહાત્મક ભાગીદાર બનાવ માંગીઍ છીઍ.
ઍક અન્ય કરારથી જૈતપુર અણુ પ્રોજેક્ટને લાગુ કરવાનો માર્ગ ખુલશે. આ ઉપરાંત રેલવે, જળવાયુ, સૌર ઉર્જા, દરીયાઈ જાગૃતિ અને કૈફિ દ્રવ્યોની દાણચોરી અટકાવવાના કરાર કરવામાં આવ્યાં હતાં.

  • Related Posts