ભારત દુનિયામાં સૌથી વધુ હથિયારો ખરીદનારો દેશ બન્યો

સ્ટોકહોમ : હથિયાર ખરીદવાના મામલે ભારત વિશ્વમાં ટોપ પર યથાવત છે. સ્ટોકહોમની થિંક ટેંક ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ઍક હેવાલમાં આ વાતની પુષ્ટિ થઈ છે. આ હેવાલ અનુસાર ભારતે ૨૦૧૩-૧૭ દરમ્યાન સ્ટોકહોમ : હથિયાર ખરીદવાના મામલે ભારત વિશ્વમાં ટોપ પર યથાવત છે. સ્ટોકહોમની થિંક ટેંક ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ઍક હેવાલમાં આ વાતની પુષ્ટિ થઈ છે. આ હેવાલ અનુસાર ભારતે ૨૦૧૩-૧૭ દરમ્યાન દુનિયામાં સૌથી વધુ શસ્ત્રો ખરીદ્યા છે. શસ્ત્રો ખરીદવા મામલે વિશ્વમાં ભારતનો હિસ્સો ૧૨%  છે. ૨૦૦૮ થી ૨૦૧૩ની સરખામણીઍ ભારતે ૨૦૧૩ થી ૨૦૧૭ દરમ્યાન ૨૪%  વધારે હથિયાર ખરીદ્યા છે.

બીજો નંબર સાઉદીનો, ચીન પાંચમા અને પાકિસ્તાન નવમા ક્રમે
આ હેવાલમાં ભારત બાદ બીજો નંબર સાઉદી અરેબિયાનો આવે છે. ત્યારબાદ ઇજિપ્ત, યુઍઇ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જિરિયા, ઇરાક, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા છે.

ભારતે રશિયા પાસેથી સૌથી વધુ શસ્ત્રો ખરીદ્યા
ભારતે ૨૦૧૩થી ૨૦૧૭ સુધીમાં સૌથી વધારે શસ્ત્રો રશિયા પાસેથી ખરીદ્યા છે. ભારતે કુલ હથિયારો ખરીદ્યા ઍમાં રશિયાનો ફળો ૬૨%  છે. ત્યારબાદ ભારતે અમેરિકા પાસેથી ૧૫%  અને ઇઝરાયલ પાસેથી ૧૧%  શસ્ત્રો ખરીદ્યા હતા. ઍશિયામાં ચીનનો દબદબો ઓછો કરવા અમેરિકા ભારતને સાથ આપી રહ્યું છે. ૨૦૦૮-૨૦૧૨ની સરખામણીઍ ૨૦૧૩-૨૦૧૭ સુધીમાં ભારતે અમેરિકા પાસે શસ્ત્રો ખરીદ્યા ઍમાં ૫૭% નો વધારો થયો છે.

હથિયારો વેચવામાં અમેરિકા નંબર વન
હથિયારો વેચવામાં અમેરિકા ટોચ પર છે. ત્યારબાદ ફ્રાંસ અને જર્મનીનો નંબર આવે છે. વેચવાના મામલે પણ ચીનનો પાંચમો ક્રમ છે. ચીન સૌથી વધુ શસ્ત્રો પાકિસ્તાનને વેચે છે.

  • Related Posts