ભારતીય પસંદગીકારોની સેલેરીમાં ૩૦ લાખ રૂપિયા સુધીનો વધારો

  • 13
    Shares

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી વહીવટદારોની સમિતિ (સીઅોઍ)ઍ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોની સેલેરીમાં મોટ વધારો કરતો આદેશ આપ્યો છે. તેના કારણે પસંદગીકારોની ફીને ૩૦ લાખ અને મુખ્ય પસંદગીકારની ફીને ૨૦ લાખ રૂપિયા વધારવામાં આવી છે. હવે પસંદગી સમિતિના સભ્યોની વાર્ષિક સેલેરી ૬૦ લાખ પરથી વધીને ૯૦ લાખ થઇ છે જ્યારે મુખ્ય પસંદગીકારની સેલેરી ૮૦ લાખ રૂપિયાથી વધીને ૧ કરોડ રૂપિયા થઇ છે. હાલમાં પસંદગી સમિતિના અધ્યક્ષપદે ભારતીય ક્રિકેટ ટીમના માજી વિકેટકીપર ઍમઍસકે પ્રસાદ છે, તેમની સાથે દેવાંગ ગાંધી અને સરનદીપ સિંહ પણ સમિતિનું નેતૃત્વ સંભાળે છે. ઍ ઉલ્લેખનીય છે કે લોઢા કમિટીની ભલામણો લાગુ થવા પહેલા ગગન ખોડા અને જતિન પરાંજપે પણ કમિટીના સભ્યો હતા પણ લોઢા કમિટીના સુધારા અનુસાર જેઅો ટેસ્ટ રમ્યા હોય તે જ સભ્ય હોવા જાઇઍ ઍવો નિયમ લાગુ થતાં તેમણે હટવું પડ્યું હતું. સીઅોઍ દ્વારા જુનિયર પસંદગી સમિતિની ફીમાં પણ વધારો કરાયો છે. તેમને હવે વર્ષે ૬૦ લાખ રૂપિયા મળશે જ્યારે તેમના વડાને ૬૫ લાખ રૂપિયા મળશે. મહિલા પસંદગી સમિતિની ફી પણ વધારાઇ છે. જે અનુસાર સભ્યોને વાર્ષિક ૨૫ લાખ તો તેમના વડાને ૩૦ લાખ રૂપિયા મળશે.

  • Related Posts