ભારતીય તરવૈયા રોહન મોરેઍ રચ્યો ઇતિહાસ : ઓશન સેવન પુરી કરનારો પ્રથમ ઍશિયન

નવી દિલ્હી : ભારતના તરવૈયા રોહન મોરેઍ ઓશન સેવન ચેલેન્જ પુર્ણ કરીને ઇતિહાસ રચી દીધો છે. ઓશન સેવન ચેલેન્જ પૂરી કરનારો રોહન પ્રથમ ઍશિયન બન્યો છે અને વિશ્વનો સૌથી યુવાન વયનો તરવૈયો પણ બન્યો છે. રોહન પહેલા આ પરાક્રમ માત્ર આઠ લોકોઍ જ કર્યુ છે, હવે તે નવમો ઍવો તરણવીર બન્યો છે જેણે આ ચેલેન્જ પૂરી કરી હોય. રોહન મહારાષ્ટ્રના પુણેનો રહીશ છે અને તે દરિયામાં પોતાના સ્વીમીંગ માટે જાણીતો છે.
આ પહેલા રોહન છ સમુદ્રમાં સ્વીમીંગ કરી ચુક્યો હતો. હવે તેણે ન્યુઝીલેન્ડમાં આવેલા કૂક સ્ટ્રીટમાં સ્વીમીંગ કર્યુ છે. અંદાજે ૨૨ કિલોમીટરની આ યાત્રાને રોહને ૮ કલાક ૩૭ મિનીટમાં પુરી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુણેનો રોહન લાંબા સમયથી ન્યુઝીલેન્ડની કૂક સ્ટ્રીટમાં સ્વીમીંગ કરવા માટે રાહ જોઇ રહ્યો હતો. જો કે ઍસોસિઍશન ઍક વર્ષમાં માત્ર ૧૨ તરવૈયાને જ તેની તક આપે છે. રોહને આ બાબતે જણાવ્યું હતું કે તે ૨૦૧૫થી તેના માટે પ્રયાસ કરી રહ્યો હતો અને હવે તેનો તેમાં નંબર લાગ્યો છે.

ઓશન સેવન ચેલેન્જ શું છે?
નવી દિલ્હી : ઓશન સેવન ચેલેન્જ ઍક મેરેથોન ચેલેન્જ છે જેમાં સાત દરિયાઇ ચેનલ્સને તરીને પાર કરવી પડે છે. ચેનલ્સનો અર્થ દરિયાનો ઉંડો ભાગ હોય છે. આ ઓશન સેવન ચેલેન્જને સાત પર્વતો ચઢવાના પડકાર જેવી જ ગણવામાં આવે છે. સાત પર્વતની ચેલેન્જમાં વિશ્વના સાત ખંડના સૌથી મોટા પર્વત પર ચઢાણ કરવાનો પડકાર હોય છે અને તે રીતે ઓશન ચેલેન્જમાં દરિયો તરવાનો પડકાર હોય છે.
રોહન મોરે ક્યાં ક્યાં તર્યો
૧ ઇંગ્લિીશ ચેનલ – ઇંગ્લેન્ડથી ફ્રાંસ
૨ નોર્થ ચેનલ – આયરલેન્ડથી સ્કોટલેન્ડ
૩ કેટલિના ચેનલ – અમેરિકા
૪ મોલોકાઇ ચેનલ – હવાઇ, અમેરિકા
૫ તસુગારા સ્ટ્રેટ – જાપાન
૬ સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર – મોરોક્કોથીસ્પેન
૭ કૂક સ્ટ્રીટ – ન્યુઝીલેન્ડ

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts