ભારતમાં ૫-૧૪ વર્ષના ૪૩.૫૦ લાખ બાળકો બાળ મજૂર

  • 35
    Shares

વર્ષ ૨૦૦૨માં બાળ મજૂરી અંગે જાગૃતિ લાવવાના ઉદેશથી વિશ્વ મજ સંગઠને દર વર્ષે ૧૨ જુનનો દિવસ બાળ મજૂરી વિરોધ દિવ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. ત્યારથી દર વર્ષે દુનિયાની સાથે ભારતમાં વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ઉજવાય છે. ભારતમાં ઍક અંદાજ મુજબ ૫-૧૪ વર્ષની ઉમરના ૪૩.૫૦ લાખ બાળકો બાળ મજૂર છે.

બાળ મજી ઍ વર્તમાન સમાજનું કલંક છે. આ બાળ મજીના કલંકને દૂર કરવા અનેક સંસ્થા અને દેશોઍ કમર કસી છે. કારણકે લાખો કરોડો બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યુ છે. કોઈપણ બાળકને પુખ્ત થયા પહેલા બાળ મજીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, સવાઝ્ગી વિકાસ, રમત ગમત તેમજ મનવોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા બાળકો ગુનાખોરી કે વ્યસનની લતે ચડી જાય છે. જે બાળકોની ઉમર ૬ થી ૧૪ વર્ષની હોય છે અને આ ઉમરના બાળકો પાસેથી કામ કરાવવામાં આવે અથવા તેમને કામે રાખવામાં આવે તો તેેને બાળ મજી કહેવામાં આવે છે. વિશ્વમાં ૨૧૭ મીલીયન બાળ મજ બાળકો છે. અને ૨૦૧૧ની ભારતની રાષ્ટ્રીય વસતિ ગણતરી મુજબ ભારત દેશમાં ૫-૧૪ વર્ષની ઉમરના ૪૩.૫૦ લાખ બાળકો બાળ મજો છે.

શહેરમાં બાળ મજૂરોની વધતી સંખ્યા ચિંતાનો વિષય
સુરત શહેરમાં ઘણા બાળકો લારી, ગલ્લા, હોૉલ, માર્કેટમાં તેમજ તેઓ પાણીની બોટલ વેચવી, પેપર વેચવું અથવા તો બુટ પાલીસ કરી પોતાનું ગુજરાન ચલાવતા જોવા મળે છે. આ બાળકો પોતાનું જીવન ઍકલાતાના અંધકારમાં ગુજારે છે.આવા બાળકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. જે ઍક મોટો ચિંતાનો વિષય છે. કેટલાક બાળકો અસામાજિક તત્વોના હાથનો હાથો બનીને ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેવી કે દારૂની હેરાફેરી કરવી, ચોરી કરવી જેવા કામ કરતા હોય છે.

બાળ મજીથી બાળકોને થતુ નુકશાન
– બાળક પોતાનું બાળપણ ગુમાવે છે
– આરોગ્યને લગતી સમસ્યા થાય છે
– માનસીક રીતે અસ્વસ્થ બને છે
– બાળક શિક્ષણથી વંચિત રહી જાય છે
– બાળપણ ભોગવવાની ઉંમરમાં મજી કરીને પોતાનું પેટ ભરે છે
– ઍક નબળા સમાજની રચના થાય છે

સુરતમાં બાળ મજુરોની મોટી સંખ્યા
સુરત શહેર ટેકસટાઈલ શહેર હોવાથી અહી મોટી સંખ્યામાં બાળ મજ છે. બાળ મજૂરોની પરિસ્થિતિથી સુરત શહેરના સામાન્ય લોકોને વાકેફ કરવા માટે નવસર્જન ટ્રસ્ટ દ્વારા આજે શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જેમાં સુરત રેલ્વે સ્ટેશન પર અને પોસ્ટર પ્રદર્શન, સહી ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવશે. માર્કેટ વિસ્તારમાં સામાન્ય માગરિકોને બાળ મજૂરોની પરિસ્થિતિથી વાકેફ કરવા માટે બાળ મજૂરી વિરૂધ્ધ બાળકો દ્વારા દેખાવ તેમજ ત્યાં લાઈવ સ્ટેચ્યુ, પોસ્ટર પ્રદર્શન અને સહી ઝુંબેશ પણ રાખવામાં આવશે.

  • Related Posts