ભારતનો નકશો હીરા પર તૈયાર કરતા બે વર્ષનો સમય લાગ્યો

  • 58
    Shares

સુરત સરદાર પટેલ ભવન વરાછા ખાતે સુરત ડાયમંડ એસો. દ્વારા યોજાયેલા લુઝ ડાયમંડના પ્રદર્શનમાં રફમાંથી તૈયાર થયેલા ભારતના નકશા આકારના ડાયમંડે આકર્ષણ ઊભું કર્યું છે.

સુરતની કંપની પરમ એક્ષ્પોર્ટે કે કલર, એસઆઇ વન કવેરીટીનો ૪ કેરેટનો હીરો ભારતના નકશા આકારમાં બનાવ્યો છે. હીરાના માલિક આશિષ ઢોંઢાએ જણાવ્યું હતું કે, દિલ્હીને કેન્દ્રમાં રાખી ૧૨.૫ કેરેટની રફમાંથી ૪ કેરેટનો આ હીરો તૈયાર થયો છે. આ હીરાની કિંમત ૪૦ હજાર ડોલર પર કેરેટ છે પણ અમે આ હીરો વેચવાના નથી.

મુંબઇના પ્રદર્શનમાં અમે આ હીરો ફરી રજૂ કરવાના છે. ભારતનો નકશો હીરા પર તૈયાર કરતા બે વર્ષનો સમય લાગ્યો છે અને રફ ડાયમંડમાંથી ક્રિકેટનું બેટ પણ બનાવ્યું છે.

૫ કેરેટના હાર્ટશેપ ડાયમંડે પણ મુલાકાતીઓને આકર્ષ્યા

સુરતની કંપની એસ. પંકજે ૫.૧૭ કેરેટમાંથી ફેન્સી યલો હાર્ટશેપ આકારનો પોલિશ્ડ ડાયમંડ તૈયાર કર્યો છે. ૫૦૦૦ ડોલર પર કેરેટની આ હીરાની કિંમત છે એટલે કે ૫ કરોડની કિંમતનો આ હીરો વીએસ વન કવોલિટીનો છે. પંકજ ઢોલરીયાએ કહ્યું હતું કે, ૧૨ કેરેટની રફમાંથી ૫.૧૭ કેરેટનું પરિણામ મળ્યું છે. દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી નીકળેલો આ હીરો મૂલ્યવાન હીરો છે.

 

  • Related Posts