ભારતને તેની જ ભાષામાં જવાબ આપીશું: પાકિસ્તાનની ધમકી

ઇસ્લામાબાદ : વાગ્યુધ્ધ વધારતા પાકિસ્તાને આજે ચેતવણી આપી હતી કે જો ભારત કોઇપણ દુ:સાહસ કરશે તો તે સંજોગોમાં પાકિસ્તાન ભારતને તેની ભાષામાં જવાબ આપશે. પાકિસ્તાને ભારતના રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની ઍ ટિપ્પણીઓને નકારી કાઢી હતી કે જમ્મુમાં સ્થિત લશ્કરી છાવણી પરના જીવલેણ આતંકી હુમલા પાછળ જવાબદાર ઇસ્લામાબાદ હતું.

શનિવારે જમ્મુમાંની સંજુવાન લશ્કરી છાવણી ઉપર પાક. સ્થિત જૈશે મોહમ્મદના આતંકીઓનું જૂથ ત્રાટકયું હતું અને છ સૈનિકો સહિત સાત જણા માર્યા ગયા હતા.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે લશ્કરી છાવણી પરના આતંકી હુમલા માટે ગતરોજ ૧૨મી ફેબ્રુઆરીઍ પાક. ઉપર દોષ મૂકયો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ઇસ્લામાબાદ ઍ દુ:સાહસ માટે કિંમત ચુકવશે.

સીતારમણની ટિપ્પણીઓનો પ્રતિસાદ આપતા પાક.ના રક્ષા મંત્રી ખુર્રમ દસ્તગિર ખાને મંગળવારે જણાવ્યું હતું કે જો ભારત કોઇપણ દુ:સાહસ કરશે તો તે સંજોગોમાં ઇસ્લામાબાદ ભારતને તેના તેની જ ભાષામાં વળતી કિંમત ચૂકવશે.

નક્કર મજબૂત પુરાવા વિના પાક.ની ઉપર દોષ આરોપ મુકવાની કની જર્ક પ્રતિક્રિયાને બદલે ભારતે પાક. વિરોધી સરકાર પ્રેરિત જાસૂસી માટે જવાબ આપવો જ જોઇઍ ઍમ ખાને ઍક નિવેદનમાં જણાવ્યું હતું. ખાન ભારતના કેદી કુલભૂષણ જાધવનો ઉલ્લેખ કરી રહયા હતા. જાધવને આતંકવાદના આરોપસર પાક.ની લશ્કરી કોર્ટે મૃત્યુ દંડ ફાંસીની સજા સંભળાવી હતી.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts