ભગવાનને ચાંદલા કરો ત્યારે બન્ને ભ્રમરની બરાબર વચ્ચે ગોળાકાર કરો સત્સંગ

  • 39
    Shares

‘અર્ચન ભક્તિ’

પૂજન-અર્ચન સન્મિશ્રતામાં અર્ચન ભક્તિ શૃંગાર અને સુશોભન છે. ઈષ્ટને શૃંગારીત કરવું અર્ચન ભક્તિ છે.

માથે કરજ લઇને માણસ જન્મે છે. જન્મ પછી ઍને કોઇનું ઋણ આપવાનું હોય છે, કોઇ પાસેથી લેવાનું હોય છે. આ આપવા લેવાની વાત જ સુખ-દુઃખ ભોગ વટો તરીકે પ્રસિધ્ધ છે. દરેક જાતની સમસ્યા, સંકટો, વિઘ્નો ઋણ રૂપે માણસ ફેડતો હોય છે. તે પ્રમાણે જ સુખ પણ ભોગવે છે, ઍણે જ આપણે સંચિત, ભાગ્ય, નસીબના નામે અોળખીઍ છીઍ.
જન્મ પછી પાંચ ઋણોમાંથી માણસે મુક્ત થવું જાઇઍ. માતૃઋણ, પિતૃઋણ, ગુરુઋણ, દેવઋણ, સમાજઋણ. સમાજઋણમાં દેશઋણનો સમાવેશ થાય છે.

જે પરમાત્માઍ તમારો આગલો પાછલો બધો હિસાબ જાઇ તમને માણસ તરીકે જન્મ આપ્યો છે તો ઍ પ્રભુના નીતિ-નિયમોનું પાલન કરીને, સત્ય, અહિંસા, સેવા, પરોપકાર, ભક્તિ અને કૃતજ્ઞતા સાથે રહીને ભગવાનને હર હંમેશા યાદ કરીને જીવન ગુજારવું આ ઋણ ઉતારવાની રીત છે.

નવધા ભક્તિ કરવાથી પાંચે પાંચ જાતનું ઋણ મોચન થાય છે અને માણસ સદ્ગતિ સાથે મોક્ષને પામી શકે છે.
‘અર્ચન’ ભક્તિ નવધા ભક્તિમાં પાંચમાં ક્રમે આવે છે. પૂજન સાથે ભગવાનને રિઝવવા માટે આવશ્યક શૃંગારથી વાતાવરણ શોભાયમાન કરવાની રીત અર્ચન ભક્તિ છે. પૂજામાં ષોડશોપ ચાર અને પંચોપચાર ઍમ બે પ્રકાર છે. જે પ્રમાણે અનુકૂળતા હોય તે પ્રમાણે પૂજા સાથે અર્ચન કરવામાં આવે. ગંધ(ચંદન) પૂષ્પ-વશ્ત્ર-ઉપવસ્ત્ર, સુગંદ, ધૂપ, દીપ, આરતી, નૈવેદ્ય, પ્રસાદ અને મંત્ર પૂષ્પાંજલિથી અર્ચન ભક્તિ સમાધાન આપે છે.

ભગવાનનું ગૃહમંદિર યોગ્ય દિશામાં સ્વચ્છ અને પવિત્ર સ્થાને રાખવું. સ્નાન માટે શુધ્ધ જળ, મૂર્તિ લૂછવા માટે સ્વચ્છ શુધ્ધ વસ્ત્ર અને વિવિધ જાતિના રંગીન સુવાસિત ફૂલોની તવારી અર્ચન ભક્તિ માટે આવશ્યક હોય છે. અર્ચનમાં સુશોભનની પણ જરૂરી હોય છે. કલ્પકતાઍ પણ અર્ચન ભક્તિ છે.

ભગવાનને ચંદન તિલક ચાંદલો કરો ત્યારે બન્ને ભ્રમરોના બરાબર વચ્ચે ગોળાકાર કરવો. શિવજીને ભસ્મનો આડુ ત્રિપુંડી ચાંદલો, શ્રીકૃષ્ણ, વિષ્ણુ, દત્તાત્રેય ભગવાનને શ્રીકૃષ્ણ યોગીરાજ દેવનાગરી લીપીમાંના અણ આકારનો (શ્) ચાંદલો કરવો.

ચાંદલો કેશર, કસ્તૂરી, ચંદન, કંકૂનો થાય છે. તેમજ ઉપલબ્ધ ફૂલોમાં શ્રીગણેશને લાલ ફૂલ, ત્રણ પર્ણની દુનો, શિવજીની સફેદ ફૂલ, કૃષ્ણ-વિષ્ણુને પીળા રંગના ફૂલો સાથે તુલસીપાન, મહાદેવના લીંગ પર આંકડાનું પુષ્પ અને ત્રીપર્ણ બીલીપત્ર ચડાવવું.

અર્ચન સેવામાં આપણા મનને આનંદ થાય ઍવું સુશોભન કરવું. કાગળ, પ્લાસ્ટિક અન્ય કુત્રિમ વસ્તુનો વપરાશ નહી કરવો. ગણેશ ઉત્સવમાં, નવરાત્રી જુર્ગાઉત્સવમાં, જન્માષ્ટમી અવસરે ભક્તો શણગાર કરવામાં ગળાડૂબ થઇ જાય છે અને ઉત્સવ મુર્તિઅો અતિસુંદર, રમણીય, નયનમનોહર થઇ જાય છે અને અર્ચન ભક્તિ કરનારો ભક્ત મુખારવિન્દ પર ઍક અનોખું તેજ પ્રગટાવે છે. આવા ભક્તોને જાતા જ દર્શનાર્થી આનંદી બને છે.

શિવરાત્રીમાં શિવજીની અર્ચન પૂજા, ઘીનું કમળ, બીલીપત્રની કલાકૃતિ, જન્માષ્ટમીના આઠે આઠ દિવસ ભગવાનનું જે રૂપ સૌîદર્ય ખિલી ઉઠે છે. ઍ અર્ચન ભક્તિનો સાક્ષાત નમુનો છે. નવરાત્રીમાં માના નવ દિવસનું સ્વરૂપ ચિત્તવેધક હોય છે. પ્રણામી પંથના ભક્તો, સ્વામી નારાયણના સ્વામી ભક્તોની સુશોભન પધ્ધતિ વિશેષ અલહાદદાયક અને સાંત્વના આપનારી હોય છે ઍમાં અર્ચન ભક્તિ પર ભાર આપવામાં આવે. સ્વરૂપતા અંતરમનનું દ્રાર ખોલે છે.
ભગવાન તો મૂલતઃ જ દિવ્ય સ્વરૂપવાન છે પણ ભક્તોની અર્ચન ભક્તિ ક્રિયાથી ભગવાન ભક્ત સમરસ થઇ જાય છે. સમરસતા વધે છે. ઍકાત્મતા ખુલે છે અને અર્ચન પ્રભુરૂપ દર્શનમાં પરિવર્તીત બને છે.

ભક્ત કહે છે,

‘‘મારૂ પૂજન અર્ચન, સદ્ગુરુદેવનું
ચરણ!’’
ગુરુચરણની માટી, ઍ જ ગંગા
ભાગીરથી
ગુરુચરણનો બિન્દુ, ઍ જ મારો
કૃપાસિંધુ
ગુરુચરણનું ધ્યાન, ઍ જ અમારૂ સંધ્યા
સ્નાન
શુધ્ધ, સ્વચ્છ દિનચર્યા, પ્રભુને ભાવે ઍ
જ અર્ચના.

બાળકૃષ્ણ જી વડનેરે સુરત

  • Related Posts