બ્લેક હીરોની પ્રથમ બ્લોકબસ્ટર ‘બ્લેક પેન્થર’ની વિશ્વભરની કમાણી ૬૫૦૦ કરોડ

નવી દિલ્હી : વોલ્ટ ડિઝની કોર્પોરેશનની ફિલ્મ ‘બ્લેક પેન્થર’ઍ કુલ કમાણી મામલે ૬૫૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ આવું પરાક્રમ કરનારી આ ફિલ્મ આ કંપનીની ૧૬મી ફિલ્મ બની છે.

આ સાથે જ તે પ્રથમ બ્લોકબસ્ટર બ્લેક સુપરહિરો ફિલ્મ પણ બની છે. ફિલ્મઍ પોતાની રિલીઝની સાથે જ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં આ ફિલ્મે કુલ ૫૨૧ મિલિયન ડોલરની કમાણી કરી છે અને

ડોમેસ્ટિક બજારમાં સૌથી વધુ બોક્સ ઓફિસ કમાણી મામલે તે ટોપ ૧૦માં સ્થાન મેળવવામાંં સફળ રહી છે. આ ઉપરાંત ચીનમાં પણ ફિલ્મની શરૂઆત ઘણી સારી રહી છે. ઍવું માનવામાં આવે છે કે આ ફિલ્મ વીકેન્ડમાં ૫૦૦ મિલિયનનો આંકડો વટાવી લેશે.

ડિઝનીઍ ઍક ઇમેલ સ્ટેટમેન્ટ દ્વારા આ માહિતી આપી હતી. ૭ મહિનામાં ત્રીજીવાર બોક્સ ઓફિસ પર હોલિવુડ ફિલ્મની સામે હિન્દી ફિલ્મની પીછેહટ થઇ છે.

  • Related Posts