વીસ દિવસોસ ુધી મળ ત્યાગ કર્યા વિના રહેવું કદાચ સંભવ જ નથી પરંતુ અધિક દિવસો સુધી શૌચાલયમાં મળ ત્યાગ માટે ન જવું ઍ ખરેખર પરેશાન કરનારું અને સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.
આ પ્રશ્ન ઉઠવાનું કારણ છે બ્રિટનના હાર્લોમાં રહેતા ઍક વ્યકિત. જેણે લગભગ શૌચાલયમાં ન જવાની સોગંદ લીધા છે અને છેલ્લા ૨૦ દિવસોથી મળ ત્યાગ કરવા ગયો નથી.
પોલીસનું કહેવું છે કે આ વ્યકિતઍ પોતાના શરીરમાં નશીલા પદાર્થ છુપાવી રાખ્યા છે. પોલીસ ઘણાં પ્રયાસ કરી રહી છે કે તેને શૌચ કરાવવામાં આવે પરંતુ હાલમાં પોલીસને સફળતા મળી નથી.
પરંતુ આટલા દિવસો સુધી શૌચ ન કરવાથી કોઇ વ્યકિતના સ્વાસ્થ્ય પર શું અસર પડી શકે છે* જો આ વાત સાચી હોય આ વ્યકિતઍ પોતાના શરીરમાં નશીલા પદાર્થ છુપાવી રાખ્યા છે તો તેનાથી તેના જાનને ખતરો હોઇ શકે છે. પરંતુ જો ઍવું નથી તો તેના સ્વાસ્થ્ય પર કંઇ વધુ ખરાબ અસર પડશે નહીં.
બ્રિટનની સોસાયટી ઓફ પ્રાઇમરી કેરમાં પાચનતંત્રના સ્વાસ્થ્યના જાણકાર ટ્રિશ મેકનેયર જણાવે છે કે આટલા ઓછા સમયમાં આપનાં શરીરમાં ઍટલો વધારે ઘાતક પદાર્થ જમા થઇ શકે નહીં કે આપના માટે ખતરો બની જાય. તેના કારણે આંતરડા ફૂલી શકે છે અને ફાટી પણ શકે છે. પરંતુ કોઇ સ્વસ્થ યુવા વ્યકિતમાં ઍવું થતાં પહેલાંપેટ સાફ થશે ઍટલે કે વ્યકિતને શૌચ માટે જવાની જરૂર અનુભવાશે.
પોલીસે તેને કસ્ટડીમાં રાખ્યો છે ને કહેવું છે કે આ માણસ કશું ખાતો નથી.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…