બ્રાઝિલમાં પગના પંજા આકારનું બટાકું!

  • 19
    Shares

 

દક્ષિણ બ્રાઝિલનાં સાંતા કેટરીનામાં એ ક દંપત્તિને પોતાનાં ઘરની પાછળ બગીચામાં બટેટાં કાઢતી વખતે એ ક વિચિત્ર આકારની વસ્તુ દેખાઇ હતી. આ વસ્તુને જોઇને પહેલાં તો તેઓ દૂર હટી ગયાં પરંતુ ત્યારબાદ જઇને જોયું તો તે દંપત્તિ હેરાન થઇ ગયું હતું.

બગીચામાં માનવીનાં પગ જેવી દેખાતી આ વસ્તુ બીજું કંઇ નહી પરંતુ તે માનવીનાં પગનાં આકારનું બટાટું જ હતું. આ દંપત્તિ હવે આ અનોખા આકારાનાં બટાટાંને પ્રદર્શન માટે મૂકવા માંગે છે.

એ ક વર્ષ પહેલાં વાવેલાં બટાટાંને કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે મારલી અને પાઉલો નામનાં આ દંપત્તિને આ માનવીનાં પગનાં આકારનું બટાટું મળી આવ્યું હતું.

પહેલાં તો આ દંપત્તિ ડરી ગયું હતું પરંતુ હિંમત કરીને ફરી જઇ આ બટેટાંને જમીનથી અલગ કરવામાં આવ્યું હતુ. આ વિશિષ્ટ આકારનાં બટાટાંનું વજન આઠ કિલો છે. જાણકારો મુજબ, ખેતરોમાં કેમિકલ અથવા શાકભાજીનમાં લગાવવામાં આવતાં ઇંજેક્શનના કારણે આ શાકભાજી પુર્ણરૂપે વિકસિત નથી થતાં અને તેને કારણે શાકભાજીનો આકાર બદલાઇ જાય છે.

 

  • Related Posts