સમગ્ર પૂર્વી ઍશિયામાં બૌદ્ધ નવવર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકોઍ ઍક બીજા પર પાણી ઉડાડી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ તહેવાર ૩ દિવસ સુધી ઉજવાય છે. થાઈલેન્ડમાં પહેલા આ તહેવાર સોંંગકરાન નામથી બહુ જ શાંત રીતે ઉજવવામાં આવતો હતો જેમાં લોકો પોતાના વડિલોના આર્શીવાદ લઈ મંદિરોમાં જઈ બૌદ્ધ પ્રતિમા પર પાણી છાંટતા હતા. પણ હવે આ તહેવાર તોફાની બન્યો છે જેમાં હજારો ઉત્વસપ્રેમીઓ આખી રાત વિશાળ પાણીના ફૂવારા નીચે ડાન્સ કરે છે.
થાઈલેન્ડવાસીઓ અને વિદેશીઅો ફૂલોવાળું શર્ટ પહેરી અને હાથમાં પિચકારીઓ લઈ પાણીના યુદ્ધમાં સામેલ થાય છે. પાડોશી લાઓસ અને મ્યાંમારમાં પણ યુવાનોથી લઈને વૃદ્ધ સુધી સમસ્ત લોકો ઍક બીજા પર પાણીનો મારો ચલાવી આ તહેવારની ઉજવણી કરે છે. યેંગોનમાં આ તહેવાર થીંગયાન તરીકે ઓળખાય છે અહીં બાળકો બબલ ઉડાવી અને ગલીઓમાં સાબુના ફીણ સાથે રમે છે જ્યારે મહિલાઅઓ પારંપરીક પોશાકમાં નૃત્ય કરે છે.