બોલિવૂડનો સૌથી વર્સિટાઇલ એક્ટર અજિત ડોભાલનો રોલ નિભાવશે

  • 30
    Shares

બોલિવુડમાં પોતાના અલગ અલગ પ્રકારના રોલ કરવા માટે જાણીતા અભિનેતા પરેશ રાવલ વધુ ઍક અલગ અવતારમાં દેખાશે. પરેશ રાવલ તેમની આવનારી ફિલ્મ ‘ ઉરી’ માં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના રોલમાં નજર આવશે.

પરેશ રાવલ હાલના દિવસોમાં ફિલ્મ સંજુ માં સંજય દત્તના પિતા સુનિલ દત્તના રોલમાં દેખાયા છે ત્યારે સોશિયલ મિડીયામાં વાઇરલ થયેલા તેમના નવા લુકે ચર્ચા જગાવી છે.

આ નવો લુક આદિત્ય ધરના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘ઉરી’ નો છે જેમાં તેઓ રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના રોલમાં નજર આવશે. આ ફિલ્મ ઉરીમાં થયેલા ભારતીય આર્મીના સર્જીકલ સ્ટ્રાઇક પર આધારીત છે.

ફિલ્મમાં વિકી કોૈશલ અને યામી ગોૈતન મુખ્ય ભુમિકામાં હશે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા કરશે.

  • Related Posts