બે વર્ષ બાદ પુનઃ માતૃત્વ ધારણ કરવાનો કરીનાનો ઇરાદો
હાલમાં શાહિદ કપૂર અને મીરા રાજપુત પોતાનાં બીજાં બાળકના જન્મ બાબતે મીડિયાના સમાચારોમાં છવાયેલા છે. બીજી તરફ કયારેક શાહિદ કપૂરની ગર્લ ફ્રેન્ડ રહી ચૂકેલી કરીના કપૂર અને તેમનાં પતિ સૈફ અલી ખાનથી વધુ તેમનો પુત્ર તૈમૂર મીડિયાના સમાચારોમાં વધુ રહે છે. આ સ્થિતિમાં પ્રશ્ન ઍ ઉઠે છે કે શું શાહિદ અને મીરા બાદ કરીના અને સૈફ કયારે પોતાનું બીજું બાળક પેદા કરવાં જઇ રહ્યાં છે.
હાલમાં જ કરીના પોતાની ખાસ સહેલી અમૃતા અરોડાની સાથે ઍક ચેટ શોમાં પહોચી હતી અને અહીં કરીનાઍ ખુલાસો કર્યો હતો કે તે કયારે બીજી વખત માતા બનવા જઇ રહી છે. જયારે કરીનાને આ બાબતે પૂછવામાં આવ્યું તો કરીનાઍ સ્ફૂર્તિ, ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો હતો, ૨ વર્ષ બાદ.