બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો કરોડોનો વધારો

  • 12
    Shares

દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી ધીમે ધીમે વિશ્વના સૌથી પૈસાદાર લોકોની યાદીમાં પણ ઉપર જઈ રહ્યા છે. ગઈકાલે અંબાણી આ યાદીમાં ૧૫ મા ક્રમાંક પર પહોંચી ગયા હતાં. બ્લુમબર્ગ બિલિયનેર ઈન્ડેક્સમાં તેમણે વોલમાર્ટના જિમ વોલ્ટન અને રોબ વોલ્ટનને પાછળ છોડી દીધા છે. મુકેશ અંબાણી હવે અલીબાબાના સંસ્થાપક જૈક માની ઘણી નજીક પહોંચી ગયા છે.

ઈન્ડેક્સ મુજબ અંબાણીની કુલ નેટ વર્થ ૪૧.૯ અબજ ડોલર (આશરે ૨.૮૪ લાખ કરોડ રૂપિયા) છે. તેમની સરખામણીમાં ૧૪મા ક્રમ પર સ્થિત જૈક માની નેટવર્થ ૪૫.૮ અબજ ડોલર (આશરે ૩.૧૧ લાખ કરોડ રૂપિયા) છે. મુકેશ અંબાણી પાસે જેટલી મિલ્કત છે તેનાથી તે ૫૬.૬ કરોડ બૈરલ કાચુ તેલ ખરીદી શકે છે અથવા આશરે ૧ અબજ ગ્રામ સોનું ખરીદી શકે છે.

બ્લુમબર્ગ ઈન્ડેક્સ મુજબ ૧૯ જૂનના રોજ મુકેશ અંબાણીની નેટ વર્થ ૪૦.૫ અબજ ડોલર (૨.૭૫  લાખ કરોજ રૂપિયા) હતી, દરમિયાન રિલાયન્સ ગ્રુપના શેરમાં આવેલી તેજીથી તેમની નેટ વર્થમાં ૧.૪ અબજ ડોલરનો બે દિવસમાં આશરે રૂા. ૯૪૦૦ કરોડનો વધારો થયો હતો. આ પ્રમાણે ૨૧ જૂનના રોજ તેમની મિલ્કત ૪૧.૯ અબજ ડોલર પહોંચી ગઈ હતી. બે દિવસમાં તેમની મિલ્કતમાં આશરે ૯૪ અબજ રૂપિયાનો વધારો થયો હતો.

બ્લુમબર્ગ ઈન્ડેક્સની યાદીમાં ટોચના સ્થાન પર જેફ બેજોસ છે ત્યારબાદ બીજા ક્રમ પર બિલ ગેટ્સ અને ત્રીજા ક્રમ પર ઈન્વેસ્ટર વારેન બફેટ છે. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા સ્થાન પર છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • Related Posts