બે ટોચની સાયન્સ કોલેજોઍ યુનિ.ની મંજૂરી વિના જ ચાર ડિવિઝન ખોલી નાખ્યા!

  • 14
    Shares

સુરત : નર્મદ યુનિ.માં હાલમાં ચાલતા વિવાદોમાં વધુ ઍક નવા કૌભાંડનો ઉમેરો થયો છે. સુરત શહેરની ટોચની મનાતી બે સાયન્સ કોલેજોની કરતૂત પ્રકાશમાં આવી છે. આ બે સાયન્સ કોલેજોના સંચાલકો અને પ્રિન્સીપાલોઍ વિદ્યાર્થીઓની ફી પેટે ઉઘરાવેલા લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઍક વર્ષ પહેલા સીન્ડિકેટ મેમ્બર દ્વારા સેનેટમાં આ કૌભાંડ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે ફી ઉઘરાવનાર કોલેજ સંચાલકો અને પ્રિન્સીપાલ વિરૂદ્ઘની તપાસ દબાવી દેવામાં આવી હતી.

હાલમાં વાઇસ ચાન્સેલર શિવેન્દ્ર ગુપ્તાને આ મામલે ફરિયાદ કરવામાં આવતા આ તપાસ પુન: શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છે. આ કિસ્સામાં જો હકિકત બહાર આવે તો સ્થાનિક સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ સામે ફોજદારી કાર્યવાહી થઇ શકે છે. આ મામલે વીર નર્મદ યુનિવર્સિટી સાથે પણ આ બે કોલેજો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

બે સાયન્સ કોલેજોના પ્રિન્સીપાલો અને સંચાલકોઍ આ રીતે ખાયકી કરી હોવાની રાવ
– વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૭માં બે સાયન્સ કોલેજના પ્રિન્સીપાલોઍ ગેરકાયદે રીતે હાયર ફીના ચાર ડિવિઝન શરૂ કરી દીધા હતા.
– સામાન્યત ગ્રાન્ટેડ કોલેજો પાંચ હજારની આસપાસ ફી લેતી હોય છે જયારે આ બે કોલેજોઍ બાવીસ હજાર જેટલી રકમ પડાવી હતી.
– આ માટે ચોંકાવનારી વિગતો ઍ છે કે યુનિવર્સિટી સત્તાધીશોની કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી.
– સતત ત્રણ વર્ષ સુધી ગેરકાયદે રીતે ચાર ડિવીઝન બે કોલેજમાં મળીને કુલ આઠ ડિવિઝન ચાલુ રાખવામાં આવ્યા.
– સીન્ડિકેટ મેમ્બરે આ કૌભાંડનો પર્દાફાશ કરતા આ તપાસ દબાવી દેવામાં આવી.
– તેમાં આ બે પ્રિન્સીપાલોઍ પૂર્વ વીસી સાથે મળીને ભાંગરો વાટયો હોવાની રાવ કરાઇ છે.
– આ કિસ્સામાં હાલમાં પુુન: તપાસ શરૂ કરવામાં આવી છે.
– આ બે સાયન્સ કોલેજના પ્રિન્સીપાલોઍ પગ તળે રેલો આવતા આ ડિવિઝન બંધ કરી દીધા હતા.
– ત્રણ વર્ષમાં બાવીસ હજાર રૂપિયા ફી લીધા પછી લાખ્ખો રૂપિયા કયા ગયા તેનો કોઇ હિસાબ યુનિ.ને અપાયો નથી.
– બે કોલેજોઍ ઍક કરોડ કરતા વધારે રકમ ગજવે ઘાલી
શું કહે છે યુનિ.?

વીઍનઍસજીયુના ટોચના અધિકારી સૂત્રોઍ જણાવ્યું હતું કે, આ હકિકત સાચી છે. જો વીસી ગુપ્તા અમને કહેશે તો આ મામલે અમે આકરી કાર્યવાહી કરીશું.

  • Related Posts