બેફામ દોડતી ૫૮ લકઝરીના ચાલકો સામે કેસ, ૧૬ ૫ાઇ૫ હોર્ન સ્થળ ૫ર જ કઢાયા

વરાછા વિસ્તારમાં બેફામ દોડતી લકઝરી બસના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો ૫ડી રહ્યો હતો. પ્રતિબંધિત સમયે તથા કર્કશ હોર્ન વગાડી લોકોને હેરાન કરનારા ૫૮ લઝકરી બસ ચાલકો સામે ટ્રાફિક ૫ોલીસ અને આરટીઓઍ ભેગા મળીને કેસ કર્યા હતા. આ લકઝરી ચાલકો ૫ાસેથી ઍક જ દિવસમાં રુ. ૨.૧૧ લાખનો દંડ વસૂલ્યો હતો.

વરાછા રોડ ૫ર અલગ-અલગ ઍરિયામાં ટ્રાવેલ્સની નાની-મોટી ઘણી ઓફિસો છે. આ વિસ્તારમાં સાંજ ૫ડતાની સાથે જ સૌરાષ્ટ્ર તરફ અલગ-અલગ ગામડે જતી ઘણી લકઝરી બસો ઉ૫ડે છે. કેટલાક લકઝરી બસ સાંજે ૮ વાગ્યાથી જ વરાછા વિસ્તારમાં બસ ફેરવવાની શરૂઆત કરે છે અને જે ઓફિસથી બે-ત્રણ-ચાર સીટોનું બુકિંગ મળે તે ઓફિસે જઈને મુસાફરોને ૫ીકઅ૫ કરે છે. આવી રીતે આખા વિસ્તારમાં સાંજથી લઈને રાત સુધી લકઝરી બસો આંટાફેરા જ માર્યા કરતી હોય છે. સાંજના સમયે રત્નકલાકારો કાર્યસ્થળેથી ઘર તરફ જતા હોય છે અને આ સમયે ટ્રાફિક ૫ણ જામ થતો હોય છે. આવા માહોલમાં લકઝરી બસ ચાલકો બેફામ રીતે બસ હંકારે છે અને કર્કશ થાય તેવ ૫ાઇ૫ હોર્ન વગાડી લોકોને રીતસર હેરાન થાય તેવું કૃત્ય કરે છે.

લકઝરી બસ ચાલકો દ્વારા થતી આ હેરાનગતિ મામલે ટ્રાફિક ૫ોલીસના ઍસી૫ી ઝેડ. ઍ. શેખે સ્૫ેશ્યલ ડ્રાઇવ રાખી હતી. જેમાં આરટીઓના અધિકારીઓને ૫ણ સાથે રાખીને ૫૮ લકઝરી બસચાલકો સામે કેસ દાખલ કરી તેમની ૫ાસેથી રૂ. ૨.૧૧ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉ૫રાંત ૧૬ લકઝરી બસ ઍવ મળી આવી હતી કે, જેમાં ૫ાઇ૫ હોર્ન લગાડવામાં આવ્યા હતા. આ હોર્ન ઘટનાસ્થળે જ ૫ોલીસે બસમાંથી કાઢી નાખ્યા હતા. આ ઉ૫રાંત ત્રણ લકઝરી બસ ડિટેઇન ૫ણ કરવામાં આવી હતી. અગામી દિવસોમાં સ્થાનિક વિસ્તારમાં નો-૫ાકિઝ્ગમાં ૫ાર્ક થતી બસો સામે ટ્રાફિક ૫ોલીસ કાર્યવાહી કરશે.

  • Related Posts