બેન્ક યુનિયનની હડતાળના પહેલા દિવસે 85 હજાર શાખાઓ બંધ રહી

  • 30
    Shares

પગાર વધારાના મુદ્દાને લઈને બેન્ક કર્મચારીઓની યુનિયન હડતાળનો આજે પહલો દિવસ છે. આ હડતાલની અસર પણ દેખાવા લાગી છે. બે દિવસ ચાલનારી આ હડતાળના કારણે બેન્કની 85 હજાર શાખાઓ આજે બંધ રહી હતી. જેને કારણે લોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય સ્ટેટ બેન્ક સહિત કેટલીક પ્રાઈવેટ બેંકોની શાખાઓ પન બે દિવસ માટે બંધ રહેશે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશનના એક વર્શ્થ અધિકારીએ દાવો કર્યો હતો કે હડતાળના કારણે 39 લાખ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લીયરન્સ પર અસર પડશે. આ ઇન્સ્ટ્રુમેન્ટ 21700 કરોડની વેલ્યૂ ધરાવે છે.

  • Related Posts