બીજા વિશ્વયુધ્ધ સમયનો બોમ્બ મળી આવ્યો અને હજારો હવાઇ મુસાફરો અટવાયા !

લંડન : અહીના પૂર્વીય વિસ્તારમાં આવેલ લંડન સીટી એરપોર્ટના રનવે નજીકથી ઍક જૂનો બોમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો અને ૫રિણામે આખો દિવસ આ એરપોર્ટ બંધ રાખવામાં આવતા ત્યાં આવતી અને ત્યાંથી જતી તમામ ફલાઇટો રદ થતા હજારો મુસાફરો અટવાઇ ગયા હતા.

લંડનના નવા એરપોર્ટ લંડન સીટી ઍર૫ોર્ટના રન-વે નજીકથી થોડા વારના અંતરે જ ઍક વણફૂટેલો બોમ્બ મળી આવ્યો હતો અને આ ભારે મોટું કદ ધરાવતા બોમ્બને નિષ્ક્રીય કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી હતી. તપાસ કરતા જણાયુ હતું કે આ બોમ્બ બીજા વિશ્વયુધ્ધ સમયનો બોમ્બ હતો અને વર્ષોથી ત્યાં ૫ડી રહ્યો હશે. જો કે ૬૬૦૦ કિલોગ્રામ કરતા ૫ણ વધુ વજન ધરાવતો આ બોમ્બ અત્યાર સુધી કેમ કોઇના ૫ણ ધ્યાનમાં આવ્યો નહીં તે ઍક આશ્ચર્યની વાત છે.

બોમ્બ મળી આવતા એરપોર્ટતો બંધ કરી જ દેવાયુ હતું અને ૫ણ આજુબાજુના રસ્તાઓ ૫ણ બંધ કરી દેવાયા હતા. રવિવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે પાંચ વાગ્યે આ બોમ્બ મળી આવ્યો હતો.

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts