બિલ ગેટ્સને વળોટી અમેઝોનના જેફ બેજોસ બન્યા વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ

  • 7
    Shares

અમેઝનના સંસ્થાપક અને સીઈઓ જેફ બેજોસ ૧૪૧.૯ અબજ ડોલરની કુલ મિલ્કત સાથે વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સે ગઈકાલે વિશ્વના ટોચના પૈસાદાર લોકોની યાદી બહાર પાડી હતી જેમાં બેજોસને ટોચના સ્થાન પર રાખવામાં આવ્યાં હતાં.

બેેજોસે માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સને હરાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. ૧ જૂનથી બેજોસની મિલ્કતમાં ૫ અબજ ડોલરથી વધુનો વધારો થયો છે જ્યારે બિલ ગેટ્સની મિલ્કત ૯૨.૯ અબજ ડોલર છે અને વોરેન બફેટ ૮૨.૨ અબજ ડોલરની મિલ્કત સાથે ત્રીજા સ્થાને છે.

સત્તાવાર રીતે બેજોસ આ વર્ષની શરૂઆતમાં વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયાં હતાં અને તેમની ઓનલાઈન રીટેલર અમેઝોન કંપની એપ્પલ બાદ સૌથી વધુ લાભ કમાવતી બીજા ક્રમની કંપની છે.

 

બેજોસની પોસ્ટના જવાબમાં કર્મચારીઓએ બાકી પગાર માગ્યો

જેફ બેજોસ ભલે વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા હોય પણ તેમના કર્મચારીઓને પણ પગાર માટે વલખાં મારવા પડી રહ્યા છે. આ વાત આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બેજોસની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં એક વપરાશકારે કહ્યુ હતું જો તમે પ્રેરણાત્મક સૂત્રોથી પ્રેરીત થતાં પહેલાં પોતાના કર્મચારીઓને પગાર આપી દો તો વધુ સારું.

આ વાત માનવામાં ન આવે કે સૌથી શ્રીમંત વ્યક્તિની કંપનીના કર્મચારીઓ પગાર નથી મળી રહ્યો. જેફ બેજોસની વોશિંગ્ટન પોસ્ટ કંપનીના કર્મચારીઓને ૧ વર્ષથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. કંપનીના ૪૦૦ કર્મચારીઓએ સહી કરી જેફને ફરીયાદ કરી પગાર જલદીથી ચૂકવવા વિનંતી કરી હતી.

 

  • Related Posts