બળાત્કાર મામલે બીએસપી નેતાનો પુત્ર જેલ ધકેલાયો

ચાલતી ગાડીમાં યમુના એક્સ્પ્રેસવે પર સામૂહિક બળાત્કારના એક કેસમાં માયાવતીની પાર્ટી બીએસપીના એક નેતાના પુત્ર સાથે તેના મિત્રને આજે જેલ મોકલી દેવામાં આવ્યા.

દાદરીના બીએસપી નેતા અને નગરપાલિકા ચૂંટણી લડેલા અયુબ માલિકના પુત્ર પર યમુના એક્સ્પ્રેસ વે પર મહિલા સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો.

બીએસપી નેતાના પુત્ર સાથે તેના એક મિત્રને પણ જેલ મોકલી દેવાયા હતા. આ મામલે ગઇકાલે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને નબીરાઓએ હોન્ડા સિટી કારમાં યુવતી સાથે બળાત્કાર કર્યો હતો.

  • Related Posts