‘બંધ કરો ગેંગરેપ પીડિતની ફોટો શેર કરવાનું’ : મલાઇકા અરોરા

જમ્મુ-કશ્મીરમાં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટનાનો બૉલીવુડે વિરોધ કર્યો છે. ઘણા સ્ટાર્સ આ શરમજનક ઘટના માટે સતત પોસ્ટ શેર કરી રહ્યા છે. બૉલીવૂડ ઍક્ટ્રેસ મલાઇકા પણ તેના લેટેસ્ટ પોસ્ટ દ્વારા આ મુદ્દાને લઈને એક દરખાસ્ત કરી છે. મલાઇકાએ કહ્યું છે કે ગેંગરેપની શિકાર થયેલ બાળકીનો ફોટા શેર કરવાનું બંધ કરો અને આને શેર કરો.

મલાઇકાએ કેટલાક સમય પહેલા જ તેની ઇન્સ્ટા સ્ટોરી દ્વારા એક પોસ્ટ શેર કર્યું છે. માલાઇકાએ લખ્યું- ‘આપણે લોકો રેપ પીડિતાના ફોટા શેર કરી રહ્યા છે, જ્યારે આપણે તે લોકોના ફોટા શેર કરવાની જરૂર છે, જે આ શરમજનક ઘટનાના માઈસ્ટરમાઇન્ડ છે અને જેણે તેમની મદદ કરી છે. આ બન્ને અપરાધીઓને બેનકાબ કરવા જોઈએ જેણે બાળકીને ડ્રગ્સ આપી અને કેટલા દિવસ સુધી તેનું રેંપ કર્યું. હું એ નથી ઇચ્છતી કે તમે લોકોએ બાળકીની ફોટો જોઈને આશું વહાવો પણ એ આરોપીનું નામ, અને ફોટો શેર કરીને તમારો ગુસ્સો બતાવો.

  • Related Posts