ફેસબુક માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પાછળ કેટલો ખર્ચ કરે છે ?

  • 16
    Shares

 

ફેસબુકના સ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પાછળ કંપની એટલો ખર્ચ કરે છે કે જો સરખામણી કરવામાં આવે તો દુનિયાના સૌથી અમીર શખ્સની સુરક્ષા પર થતાં ખર્ચથી પાંચ ગણો થાય છે. દુનિયાના સૌથી અમીર શખ્સ અત્યારે એમેઝોનના સ્થાપક જેફ્ બેઝોસ છે.

૧૬ જુલાઇએ તેઓ દુનિયાના સૌથી અમીર શખ્સ બન્યા હતા. હાલ તેમની સંપત્તિ  ૧૧૨ અબજ ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે સાડા સાત લાખ કરોડ રૂપિયા છે.

બ્લુમબર્ગ અનુસાર જેફ્ની સલામતી પાછળ વર્ષે દહાડે આશરે ૧૬ લાખ ડોલર એટલે કે ૧૦.૯૮ કરોડ રૂપિયા ખર્ચાય છે જયારે દુનિયાના સૌથી અમીરોની યાદીમાં પાંચમા નંબરે આવતા માર્કની સલામતી પાછળ ૭૩૨૬૬૪૦ ડોલર એટલે કે ૫૦ કરોડ ૨૮ લાખ ૬૩ હજાર ૯૩૬ રૂપિયા ખર્ચાય છે. ૩૩ વર્ષીય માર્કની કુલ સંપત્તિ ૭૧ અબજ ડોલર એટલે કે ૪.૮૭ લાખ કરોડ બતાવાય છે.

ગયા વર્ષે અમેરિકાભરમાં યાત્રાઓ અને ઘર ખર્ચ સાથે જોડાયેલ સલામતી ખર્ચાઓ માટે ફે સબુકે ૭૩ લાખ ડોલર એટલે કે આશરે ૫૦ કરોડનો ખર્ચ કર્યો હતો. ગયા સપ્તાહે ફે સબુકે જણાવ્યું હતું કે તે માર્કની સલામતી પાછળ એક કરોડ ડોલર એટલે કે ૬૮ કરોડ રૂપિયા વધારે ખર્ચ કરશે.

 

  • Related Posts