ફેસબુક પર મોબાઇલ નંબરથી કોઇને સર્ચ કરી શકાશે નહીં

નવી દિલ્હી :ડેટા લીક મામલે ઘેરાઇ ગયાં બાદ ફેસબુકે યૂઝર્સની અંગતતા, ખાનગીપણા બાબતે ઘણાં મહત્વનાં પગલાંઓ ભર્યા છે. ડેટા લીકની સમસ્યાનો મુકાબલો કરવા માટે ફેસબુક પોતાની નીતિઓ અને ફીચર્સમાં સતત ફેરફાર કરી રહયું છે. ફેસબુકે હવે ઉપભોકતાઓની અંગતતાને ધ્યાનમાં રાખી સર્ચના ફીચરમાં ફેરફાર કર્યો છે.

હવે ફેસબુક પર કોઇપણ વ્યકિતને મોબાઇલ નંબરથી સર્ચ કરી શકાશે નહીં. આ ફીચરને બંધ કરતાં પહેલાં ફેસબુકનાં કોઇપણ યૂઝરને મોબાઇલ નંબર નાંખીને સર્ચ કરી શકાતો હતો. પરંતુ હવે ઍવું કહી શકાશે નહીં. ઘણી વખત ઍવા પણ મામલા સામે આવ્યા છે. જ્યારે અપરાધીઓઍ ફેસબુક પર નંબરથી સર્ચ કરીને લોકોના પ્રોફાઇલ સાથે જોડાયેલી જાણકારીઓ મેળવી હતી.

  • Related Posts