ફેસબુકે ૫૮૩ મિલિયન બનાવટી એકાઉન્ટ બંધ કર્યા

  • 16
    Shares

ફેસબુકે ૨૦૧૮ના પ્રથમ ૩ મહિનામાં ૫૮૩ મિલિયન બનાવટી ઍકાઉન્ટ બંધ કર્યા હતાં ઍમ સોશયલ મીડિયામાં ટોચની કંપનીઍ જણાવ્યું હતું સાથે જ અભદ્ર અથવા હિંસક તસવીરો, ત્રાસવાદી પ્રચાર અથવા તિરસ્કારના સંબોધનો વિરૂદ્ઘ સામુદાયિક ધોરણો બેસાડયા છે તેની વિગત પણ કંપનીઍ આપી હતી.

કેમ્બ્રિજ ઍનાલિટિકા ડાટા લીક કૌભાંડ બાદ ફેસબુકે ગઈકાલે કહ્યુ હતું આ ઍકાઉન્ટ બંધ કરવા ઉપરાંત તે રોજના લાખો બનાવટી ઍકાઉન્ટ બનાવવાના પ્રયાસ નિષ્ફળ કરે છે.

જો કે કંપનીઍ જણાવ્યું હતું આ બધું કરવા છતાં કુલ સક્રિય ઍકાઉન્ટના ૩-૪ ટકા બનાવટી પ્રોફાઈલ હજુ પણ ચાલુ છે. ૧૦૦ ટકા સ્પામ મેસેજની શોધ કરવાનો અને ૮૩૭ પોસ્ટ ડીલીટ કરવાનો તેણે દાવો કર્યો હતો.

ફેસબુકે પ્રથમ ત્રિમાસિકમાં અભદ્ર અથવા હિંસક તસવીરો, ત્રાસવાદી પ્રચાર અથવા તિરસ્કારના સંબોધનવાળી ૩૦ મિલિયન પોસ્ટને દૂર કરી હતી અથવા તેને ચેતવણી આપી હતી.

કંપનીઍ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગ્રાફિક હિંસા દર્શાવતી ૩.૪ મિલિયન પોસ્ટ પર કાર્યવાહી કરવામાં મદદ મળી હતી જે ૨૦૧૭ના છેલ્લાં ત્રિમાસિક કરતાં ૩ ગણી વધારે છે.

અહેવાલ મુજબ ૮૫.૬ ટકા મામલામાં વપરાશકાર તસવીરોમાં સુધારો કરે તે પહેલાં ફેસબુક તેની ઓળખ કરી લે છે.

ઍક દિવસ પહેલાં જ કંપનીઍ જણાવ્યું હતું કે વપરાશકારોની ખાનગી માહિતીઓનો દુરુપયોગ કરવાના મામલામાં તપાસ કરવાના ભાગરૂપે તેણે પોતાના પ્લેટફોર્મ પરથી ૨૦૦ જેટલી ઍપ્સ હટાવી છે.

કંપનીઍ જણાવ્યું હતું સુધારેલી આઈટી ટેકનોલોજીની મદદથી ત્રાસવાદી પ્રચારને લગતી ૧.૯ મિલિયન પોસ્ટ વિરૂદ્ઘ પગલાં લેવાયાં હતાં.

  • Related Posts