ફેડ કપનું પ્રદર્શન પ્રોત્સાહક : સાનિયા મિર્ઝા

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું માનવું છે કે ફેડ કપમાં અંકિતા રૈનાનું પ્રદર્શન શાનદાર હતું પણ ટીમે આગલા રાઉન્ડમાં પહોંચવું જોઇતું હતું. ભારતીય ટીમ ગત અઠવાડિયે રેલિગેશન પ્લેઓફમાં ચાઇનીઝ તાઇપેઇ સામે ૨-૦થી હરાવીને ઍશિયા ઓસિયાના ગ્રુપમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. આ પહેલા આ સ્પર્ધામાં ભારતીય ટીમે ચીન અને કઝાકિસ્તાન સામે પરાજયનું મ્હો જોવું પડ્યું હતું.
સાનિયાઍ મંગળવારે કહ્યું હતું કે આપણે હંમેશાખાલી હાથે પાછા આવ્યા છીઍ. યુવાના કૌૈશલ્યમાં જોરદાર પ્રગતિ છતાં આપણે આગલા રાઉન્ડમાં પહોંચી શકતા નથી. તેણે કહ્યું હતું કે ઍ જોવું પ્રોત્સાબક છે કે અંકિતાઍ બે વાર રેન્કિગમાં ટોચના ૧૦૦માં સામેલ ખેલાડીઓને હરાવી હતી. ટીમ ભલે હારી હોય, પણ તમારે તેમાંથી દરેક હકારાત્મક પાસાને જોવો જોઇઍ. જ્યારે તેને પુછાયું કે ભવિષ્યની સાનિયા બનવાની ક્ષમતા કોનામાં છે ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે યુવા ખેલાડીઓ માટે તેમના પ્રદર્શનને માપદંડ ન બનાવવો જોઇઍ.
તેણે ઍવું ઉમેર્યુ હતું કે મને ઘણીવાર પુછવામાં આવે છે કે આગામી સાનિયા કોણ, ત્યારે મે હંમેશા જવાબ આપ્યો છે કે આગામી સાનિયા જ શા માટે* કેમ ન સાનિયાથી વધુ સારા બનવાનો પ્રયાસ કરવામાં આવે. તેણે યુવાનોને સતત આકરી મહેનત કરવાની સલાહ આપી હતી.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts